પારડી સ્મશાન ગૃહ ખાતે ચક્ષુદાતા સ્વ.જયંતભાઈ ચાપાનેરીની પ્રતિમાનું લોકાર્પણ
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૩૦ ઃ પારડી લાયન્સ ક્લબ ઓફ પારડી રત્ન અને શ્રી પારડી સ્મશાન ગૃહ દ્વારા આજરોજ પારડીના સમાજસેવક સ્વર્ગસ્થ જયંતભાઈ ચાંપાનેરી ની આલોકીક પ્રતિમાનો અનાવરણ પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પારડીના સમાજસેવક સ્વર્ગસ્થ જયંતભાઈ ચાપાનેરી કે જેમણે બ્લડ બેન્કની સ્થાપના કરી વાત્સલ્ય શાળાના બાળકો માટે વાત્સલ્ય શાળા નું નિર્માણ કરાવ્યું ખાસ પ્રોજેક્ટ કરીને સ્મશાન ભૂમિ નો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ઍમનો બીજો પ્રોજેક્ટ હતો ચક્ષુદાન આસન કે લોકોને તેઓઍ આંખ નો દાન કરાવી લોકોને જેમને દેખાતુંની હોય ઍમને નવો જીવનદાન આપ્યો હતો. આ સિવાય ઍમના ઘણા બધા સેવાકીય કાર્યો હતા જેનાથી ઍવો સમાજસેવક તરીકે જાણીતા થયા હતા. ઍમની સામે સેવા ને યાદ કરી આજ રોજ પારડીની પવિત્રવાય વાયકુંઠધામ ઍટલે કે સમસાન ભૂમિ ના પટાંગણમાં ઍમની આલોકીક અદભુત પ્રતિમાનું આના વર્ણન પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અને સ્વર્ગસ્થ જયંત ભાઇ ચાંપાનેરીના દીકરા ચેતનભાઇ ચાપાનેરી સહીત ચાંપાનેરી પરિવાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયા ટ્રસ્ટી દિનેશભાઈ શાહ વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ઍન. કે. દેસાઈ, પ્રફુલભાઈ પ્રજાપતિ, જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારી, ડો. ઠોસર, શરદભાઈ દેસાઈ સાથે દરેક સમાજના હોદ્દેદારો પારડી નગરપાલિકાના હોદ્દેદારો સાથે વિશાળ સંખ્યામાં નગરજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન લાયન્સ ક્લબ ઓફ પારડી રત્નાના સેક્રેટરી રાજેશભાઈ પરમાર ઍ કર્યો હતો. સ્વ. જયંતભાઈ ચાંપાનેરીના પરિવારજનો ઍ દરેક મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
