ધરમપુર ચર્ચ પાસેથી દારૂ સાથે ચીખલીનું દંપતી ઝડપાયું
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૩૦ ઃ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ બાતમી આધારે ધરમપુર રોડ પર સેન્ટ જોસેફ ટીચીંગ હાઇસ્કુલ સામેથી કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતાં ચીખલીના ઍક દંપતીને દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ ૫,૭૪,૨૯૬નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને ન્ઘ્ગ્ પી.આઈ. ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ ન્ઘ્ગ્ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, વલસાડ ધરમપુર રોડ પર સફેદ કલરની મારુતિ બ્રેઝા કાર ઞ્થ્-૧૫-ઘ્ઞ્-૮૩૧૧ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. કારની સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી દારૂની ૨૮૨ બોટલો કિંમત રૂપિયા ૬૪,૨૯૬, મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૦,૦૦૦ તથા કારની કિંમત રૂપિયા ૫ લાખ મળી કુલ ૫,૭૪,૨૯૬ રૂપિયાના મુદ્દામાલ સાથે સંજયભાઇ ઠાકોરભાઇ આહિર ઉં.વ. ૩૬, અને પત્ની વર્ષાબેન સંજયભાઇ આહિર ઉં.વ. ૩૫, રહે. રૂઝવણી, ઝાડી ફળીયા, તા. ખેરગામ, જી. નવસારીની ધરપકડ કરી છે. જયારે મિલનભાઇ રહે. દમણ દારૂનો જથ્થો ભરાવી આપનાર ગણપતભાઇ પટેલ રહે. ચીખલી, તા. ચીખલી, જી. નવસારીને દારૂનો જથ્થો મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જે અંગે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરી ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલને આગળની વધુ તપાસ અર્થે વલસાડ સીટી પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.
