Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

વાપીની કંપનીમાંથી કોપર ચોરીની ઘટનામાં ઍક ઝડપાયો

વાપીની કંપનીમાંથી કોપર ચોરીની ઘટનામાં ઍક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૩૦ ઃ વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી અને વાહન ચોરીના ગુનાઓ અટકાવવા સુરત રેન્જ આઇજી અને વલસાડ ઍસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત વલસાડ ઍલસીબી પીઆઇ ઍ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પીઍસઆઈ જે.જી. વસાવા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મળેલી સંયુક્ત બાતમીના આધારે વાપીના છીરી નહેર પાસે સનરાઈઝ રેસીડેન્સીની બાજુમાં ખુલ્લી જગ્યામાંથી ઍક શખ્સને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલ આરોપી અસરફ  મન્જરઅલી મનીહાર (ઉ.૨૩) રહે. છીરી રણછોડનગર, વૃંદાવન ઍપા. રૂમ નં.૧૦૪, વાપી, મૂળ રહે. કરજાવ પોસ્ટ-ખરસડી, તા. ઈટાવા, જી.સિદ્ધાર્થનગર છે.

તેની પાસેથી વાપી જીઆઈડીસીની બંધ કંપનીમાંથી ચોરી કરેલો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં બજાજ ઓટો રીક્ષા ઞ્થ્-૧૫-વ્વ્-૦૧૬૬ કિ.૧ લાખ, ઓટોની પાછળની સીટમાં પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા ૧૮૦ કિ.ગ્રા કોપરના વાયર અને પ્લેટો કિ. રૂ.૧,૮૦,૦૦૦ અને ઍક મોબાઈલ કિ. રૂ.૫,૦૦૦ મળી કુલ રૂ.૨,૮૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરેલ મુદ્દામાલ અને આરોપીને વધુ તપાસ અર્થે ડુંગરા પોલીસને સુપરત કરવામાં આવ્યા છે. આ કામગીરી ઍલસીબીના પીઍસઆઈ જે.જી. વસાવા, મહેન્દ્ર ગુરજીભાઈ અને પો.કો હિતેશ, તેજપાલસિંહ, સ્વપ્નીલની ટીમે કરી હતી.