નવસારીમાં વડાપ્રધાન મોદી ‘કમલમ’નું લોકાર્પણ કરશે
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૩૦ ઃ આગામી ૮ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્ના છે. વડાપ્રધાન બપોરે ૨ઃ૦૦ વાગે ગ્રીડ હાઇવે ખાતે નવનિર્મિત ‘કમલમ’ કાર્યાલયનું ભવ્ય લોકાર્પણ કરશે.
આ પ્રવાસની આયોજનબદ્ધ તૈયારીઓ અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ઍક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર અને પોલીસ પ્રશાસન સાથે સુરક્ષા વ્યવસ્થા, હાઇવેની સ્વચ્છતા, સભા ડોમ, ર્પાકિંગ અને કાર્યક્રમ નિર્માણ અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘જળ સંચય’ ને લગતા જનકલ્યાણકારી કાર્યક્રમો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીયમંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાનના ભવ્ય સ્વાગત સહિત સમગ્ર લોકાર્પણ કાર્યક્રમ સહિત સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી સુચનાઓ આપી હતી. આ બેઠકમાં નાણાં મંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ તથા ખાદી-્રગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા સંગીતાબેન પાટીલ, સંગઠન પ્રમુખ ભુરાભાઈ તેમજ જિલ્લા કલેકટર મનીષ ગુરુવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, પોલીસ અધિક્ષક રાહુલ પટેલ તેમજ અન્ય ઉચ્ચ કક્ષાના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
