Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

વલસાડમાં ‘ઍવરેસ્ટ’ હીંગ પર જ્લ્લ્ખ્ત્નો સપાટો

વલસાડમાં ‘ઍવરેસ્ટ’ હીંગ પર જ્લ્લ્ખ્ત્નો સપાટો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ દેશની જાણીતી મસાલા બ્રાન્ડ ‘ઍવરેસ્ટ’ સામે  જ્લ્લ્ખ્ત્  દ્વારા ઉમરગામ તાલુકાના પાલગામ માં  આવેલા ઍવરેસ્ટ કંપનીના પ્રોડક્શન યુનિટમાંથી લેવાયેલા હીંગના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ સાબિત થતાં તંત્રઍ તેની કમ્પાઉન્ડેડ હીંગના વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
દેશની જાણીતી મસાલા બ્રાન્ડ ‘ઍવરેસ્ટ’ સામે ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  દ્વારા મોટી લાલ આંખ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલગામ ખાતે આવેલા ઍવરેસ્ટ કંપનીના પ્રોડક્શન યુનિટમાંથી લેવાયેલા હીંગના નમૂના ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ સાબિત થતાં તંત્રઍ તેની કમ્પાઉન્ડેડ હીંગના વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
ગુજરાત રાજ્ય ખાદ્ય વિભાગ અને જ્લ્લ્ખ્ત્ દ્વારા સંયુક્ત રીતે પાલગામ સ્થિત યુનિટ પર તપાસ હાથ ધરીને હીંગના વિવિધ સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા.
લેબોરેટરીના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઍવરેસ્ટની કમ્પાઉન્ડેડ હીંગમાં સરકારી નિયમ મુજબ હોવું જોઈઍ તે અસલી હીંગનું પ્રમાણ ૩૦ થી ૪૦ ટકા જેટલું ઓછું જોવા મળ્યું હતું.
આ પ્રોડક્ટ માં  હલકી ગુણવત્તા સાબિત થતાં જ્લ્લ્ખ્ત્ ઍ ગ્રાહકોના હિતને ધ્યાને રાખી આ કડક પગલું ભર્યું છે.
ખાદ્ય વિભાગે તમામ વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સને આ ચોક્કસ બેચના માલનું વેચાણ તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રતિબંધ ફક્ત અને ફક્ત ‘ઍવરેસ્ટ’ની કમ્પાઉન્ડેડ હીંગ પર જ લગાવવામાં આવ્યો છે.
કંપનીના અન્ય ઉત્પાદનો જેવા કે ગરમ મસાલા, ચિકન મસાલા, ઍગ કરી મસાલા વગેરે પર કોઈ પ્રતિબંધ નથી અને તેનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રહેશે.