Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

વાપીમાં ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા બળેવની ઉજવણી કરાઈ

વાપીમાં ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા બળેવની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ, વાપી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ બળેવ તથા રક્ષાબંધનના પાવન પર્વની ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વંકાછ ખાતે આવેલા શ્રી તૃેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમ દરમિયાન સમાજના પ્રમુખ જીગ્નેશભાઈ ભટ્ટે વર્ષ દરમિયાન સમાજ દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ભોજન દાતાનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વીઆઈઍના માજી પ્રમુખ મહેશભાઈ પંડ્યાઍ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તેમણે સમાજના સભ્યોને બળેવ અને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી તથા સમાજની ઍકતા અને સંગઠન જળવાઈ રહે તે માટે સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં સમાજના સભ્યો ચૈતન્ય ભટ્ટ, ચંદ્રકાંત પંડ્યા, શૈલેષ ઉપાધ્યાય, જીગ્નેશ પાઠક, સમીર ભટ્ટ, કૌશલ પંડ્યા, મહેશભાઈ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં સમાજના પરિવારો ઉપસ્થિત રહ્ના હતા. સૌના સહયોગથી ધાર્મિક કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.