Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

વાપીથી ૬૦ હજાર રાખડીઅો કાશ્મીર બોર્ડર પર મોકલી

વાપીથી ૬૦ હજાર રાખડીઅો કાશ્મીર બોર્ડર પર મોકલી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ રક્ષાબંધન પર્વ નિમિત્તે વાપી સ્થિત શૌર્ય રક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા વાપી, દમણ, સેલવાસની વિવિધ સ્કૂલો અને સામાજિક સંસ્થાઓ પાસેથી રાખડીઓ ઍકત્ર કરી કાશ્મીર બોર્ડર પર ફરજ બજાવતા જવાનો સુધી પહોંચાડવામાં આવે છે અને તેમના હાથે રાખડી બાંધવામાં આવે છે. દર વર્ષની જેમ આ ૧૧ માં વર્ષે પણ ટ્રસ્ટના અશ્વિની તાઈ રાણે સહિત ૧૬ થી વધુ સભ્યો અંદાજે ૬૦ હજારથી વધુ રાખડીઓ લઈ કાશ્મીર બોર્ડર પર જવાનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવવા રવાના થયા છે.
ટ્રસ્ટના અશ્વિની રાણેઍ જણાવ્યું હતું કે ૧૧ વર્ષ પહેલા ૫૦૦ રાખડીથી શરૂ કરેલી આ સફર આજે ૬૦ હજારને પાર પહોંચી છે. દેશની રક્ષા માટે ફરજ બજાવતા માત્ર ૧૫ ટકા જવાનોને જ તહેવારોમાં રજા મળે છે. મોટાભાગના જવાનો તહેવારોમાં પણ ફરજ પર હોય છે. ત્યારે જવાનોને ઍકલતા ન લાગે અને બહેનની ખોટ ન સાલે તે માટે ટ્રસ્ટ ત્યાં પહોંચે છે. રાખડી બાંધતી વખતે અનેક ભાવુક દ્રશ્યો સર્જાય છે, જવાનોની આંખો ભીની થઈ જાય છે. ટીમમાં અશ્વિની રાણે, દીપાલી કણિતકર, યશ રાણે, સંપદા સિનકર, પ્રદીપ સિનકર, રઘુબીર સિંહ સહિતના જોડાયા છે.