વાપી ટાઉનમાં ત્રણ દિવસથી ઈજાગ્રસ્ત ગાયને સારવાર આપી જીવદયાનું કામ કરાયું
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ વાપીના શ્રી ભૈરવ ધામ જૈન દેરાસર પાછળ આવેલા ગૌતમ લબ્ધી ઍપાર્ટમેન્ટ સામે છેલ્લા ત્રણ દિવસથી બીમાર અને ગંભીર હાલતમાં ઍક ગાય પડી રહી હતી. સ્થાનિક લોકો દ્વારા ગાયની સારવાર અને તેને સલામત સ્થળે લઈ જવા માટે વાપી મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન સમગ્ર ઘટનાની જાણ શ્રી અજીત સેવા ટ્રસ્ટ સંચાલિત રાતા જીવદયા કેન્દ્રને કરવામાં આવી હતી. જાણ મળતા જ રાતા પાંજરાપોળના ડોક્ટર તથા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પશુ ઍમ્બ્યુલન્સ લઈને પહોંચી હતી. અને ગયેલ અવસ્થામાં રહેલ
બીમાર ગાયને ત્યાંથી સુરક્ષિત રીતે લઈ જઈ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોઍ પણ રાતા જીવદયા કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક કામગીરીને બિરદાવી હતી. ત્રણ દિવસથી બીમાર હાલતમાં પડેલી ગાયની સમયસર સારવાર થતાં ગૌસેવા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
