વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૬૩ મેડલો મેળવ્યા
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ ડી.આર. પટેલ હાઈસ્કૂલ, દાંડી, વલસાડ જિલ્લા અંડર - ૧૪ / ૧૭ તથા અંડર - ૧૯ ગૃપ કરાટે ટૂર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં સમગ્ર વલસાડ જિલ્લા માંથી ૨૫૦ વધુ કરાટેકાઓઍ ભાગ લીધો હતો. આ કરાટેકાઓઍ ટુર્નામેન્ટ મા પોત પોતાની આગવી શૈલીમાં કૌવત બતાવ્યું હતું. આ સ્પર્ધામાં ડિવાઈન સ્પોર્ટ્સ ઍન્ડ શોતોકન કરાટે ઍસોસિઍશન ઇન્ડિયા (ઝ઼લ્લ્ધ્ખ્)ના ૮૫ જેવા ખેલાડીઓઍ ભાગ લીધો હતો. આ તમામ ખેલાડીઓઍ રમતનું શાનદાર પ્રદર્શન કરી મેડલો પ્રા કર્યા હતાં. જેમાં ૨૭ પ્રથમ સ્થાન, ૨૧ દ્વિતીય સ્થાન અને ૧૫ ઍ ત્તૃતિયા સ્થાન મેળવ્યા છે. ૨૭ ખેલાડી જેઓં પ્રથમ સ્થાન આવ્યા છે, ૭૦મી ઍસ.જી.ઍફ.આઈ. રાજ્યકક્ષાની કરાટે ટુર્નામેન્ટમાં ભાગલેશે. પ્રથમ સ્થાન વિજેતા ખેલાડીઓમાં દિવ્યા પટેલ, ભવ્ય પટેલ, દિવ્યમ પટેલ, ધ્યેય પટેલ, જય પટેલ, રાગ વિચારે, જલ મારવાડી, સ્નેહ ભંડારી, અભય દુબે, દિત્ય સાલ્વે, સોનુ સુનાર, જય રાય, રેક્ષ જોગી, કરણ ગુા, વૃષભ ઠાકુર, જયવી પટેલ, જિંકલ પટેલ, નીરજા પટેલ, ક્રિષા રાણા, ધ્યાના રાઠોડ,ભક્તિ પટેલ, જેન્શી પટેલ, શ્રેયા પટેલ, સાન્વી પટેલ, સ્તુતિ પટેલ, મિહિકા ચોપડે, અંશિકા સિંહ.ડિવાઈન સ્પોર્ટ્સ ઍન્ડ શોતોકન કરાટે ઍસોસિઍશન ઇન્ડિયા (ઝ઼લ્લ્ધ્ખ્)ના પ્રમુખ શિહાન વિગ્નેશ પટેલ અને જનરલ સેક્રેટરી શિહાન હિતેશ પટેલને તથા સિનિયર ઇન્સ્ટક્ટર સેન્સેઈ પૂર્વગ પટેલ, સેન્સેઈ કેવિન પટેલ, સેમ્પાઈ જાહન્વી ગવલી, સેમ્પાઈ ચેતન પટેલ તથા,કોચ શૌર્ય પરમાર, કોચ ક્રીસ્સા પટેલ, કોચ આર્યન હીર્વાની અને તમામ ક્લબના માતાપિતા ઓયે મેડલ પ્રા કરનારા તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યાં હતાં.
