Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

કપરાડાના જીરવલમાં યુવાનો માટે વન ટ્રી સેલ્ફી પોઇન્ટ બન્યું

કપરાડાના જીરવલમાં યુવાનો માટે વન ટ્રી સેલ્ફી પોઇન્ટ બન્યું


કપરાડા, તા. ૩૦ ઃ નાનાપોંઢા તાલુકા ના જીરવલ ગામે આવેલ કાંડોળ ડુંગરી  કુદરતી સોંદર્ય થી સોળે કળા ઍ ખીલી ઉઠી છે. આ ડુંગરની ટોચ પર ઍક માત્ર વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઍટલું જ નહીં પણ આ ટેકરીને યુવાઓ ઍક અનોખું નામ આપ્યું છે. વન ટ્રી  આજે આ નામ વોટ્સઍપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ઉપરાંત સોશિયલ મીડિયા માં ફેલાયેલું છે. કપરાડા, નાનાપોંઢા તાલુકા અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વન ટ્રી નામે પ્રસિદ્ધ પામેલું આ સ્થળે મોટી સંખ્યા માં યુવાઓનો ઘસારો જોવા મળે છે. સેલ્ફી માટે ઉત્તમ સ્થળમાનું આ સ્થળ ઍક હોવાનું યુવાઓ જણાવી રહ્ના છે. આ ડુંગર પર ઍક માત્ર વૃક્ષ સાથે આજુબાજુના વિસ્તારનું આહલાદક અને મનમોહક વાતાવર મોજ માંણતા યુવાઓ માટેનું કેન્દ્ર બની ગયું છે. દૂર દૂરથી લોકો અહીં આવે છે અને કુદરતી સોંદર્યનો આનંદ ઉઠાવે છે. હાલે ચોમાસાની ઋતુમાં તો આ ડુંગર અને આજુબાજુ વિસ્તારનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગે છે. ચારે તરફ જાણે ધરતીઍ લીલી ચાદર ઓઢી લીધી હોય ઍવું દૃશ્ય લોકોને જાણે કે  બધી જ ઇન્દ્રિયોને આનંદ આપી રહી હોય ઍવું લાગી રહ્નાં છે. પ્રતિદિન અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. જેમાં ખાસ કરીને યુવાઓ માટે આ વન ટ્રી સેલ્ફી પોઇન્ટ બની ચૂક્યું છે. ઍમ કહેવું કોઈ ખોટું નથી.