Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

નાનાપોîઢા તાલુકામાં પાવરલાઈનને લઈ ખેડૂતોમાં ભારે રોષ

નાનાપોîઢા તાલુકામાં પાવરલાઈનને લઈ ખેડૂતોમાં ભારે રોષ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૩૦ ઃ નાનાપોંઢા તાલુકાના કાજલી, વારોલી, જામગભાન, જીરવલ અને વાડધા ગામમાંથી ખાવડાથી મહારાષ્ટ્ર તરફ જતી ૭૬૫ ધ્સ્ પાવર ગ્રીડ લાઈન પસાર થવાની છે. પાવરલાઈનથી અસરગ્રસ્ત ખેડૂતોને ૪ જુલાઈ ૨૦૨૬ના પરિપત્ર મુજબ મળનારા વળતરને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્ના છે. આ મુદ્દે વારોલી ગ્રામ પંચાયત પાસે યોજાયેલી બેઠકમાં પાંચેય ગામના ૧૫૦થી વધુ અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્ના હતાં. બેઠકમાં વળતર અને ૨૫ વર્ષના ઍગ્રીમેન્ટ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ ૨૫ વર્ષ બાદ ફરી વળતર મળશે કે નહીં તથા ઍગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ કંપની દ્વારા પાવરલાઈનના થાંભલા અને તાર દૂર કરવામાં આવશે કે નહીં તે અંગે પરિપત્રમાં સ્પષ્ટતા જરૂરી છે.
હાલ થાંભલા માટે ૨૦૦ ટકા અને ય્બ્ષ્ માટે ૩૦ ટકા વળતરની જોગવાઈ સામે ખેડૂતો નારાજ છે. ખેડૂતોની માગ મુજબ થાંભલા માટે ૪૦૦ ટકા અને ય્બ્ષ્ માટે ૨૬૦ ટકા વળતર આપવામાં આવે. ઉપરાંત પાવરલાઈનની બંને તરફના ૬૭ મીટરના વિસ્તારમાં આવતા કુવા-બોરને નુકસાન થાય તો તેના વળતરની પણ સ્પષ્ટ જોગવાઈ કરવાની માગ ઉઠી છે.