Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

માતુનિયામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માતુનિયામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા,  તા.૩૦ ઃ માતુનિયા ગામ ખાતે  ઍન્કર બાય પેનાસોનિક સી.ઍસ.આર. અને બિસલ્ડ - બાયફ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કુલ ૩૬૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ૬૦ નંગ આંબા કલમ અને ૩૦૦ નંગ જંગલના ઝાડ જેવા કે વાંસ, સીવણ, જાંબુ, બંગાળી બાવળ, નીલગીરી વગેરેનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઍન્કર બાય પેનાસોનિક થાણેથી શ્રી કિરણભાઈ મોરે સાહેબ, પેનાસોનિક દમણ કંપનીના ણ્ય્ વિભાગ તથા ૮૮ ભાઈઓ અને બહેનો સ્ટાફ ગણ, બિસલ્ડ બાયફ સાઉથ ગુજરાતના જીતીન સાઠે (ખ્ઘ્ભ્ચ્), કપરાડા રિજનલ ઓફિસર કુંજનભાઈ પટેલ, બાયફ સ્ટાફ ગણ તથા માતુનિયા ગામના સ્વસહાય જૂથના ૨૧૫ બહેનો અને  ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા પર્યાવરણ જાળવણી, જમીન ધોવાણ અટકાવવા અને આવનારી પેઢી માટે હરિયાળું ગામ બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામની બહેનોઍ વાવેલા દરેક ઝાડનું જતન કરી ઉછેરવાની જવાબદારી લીધી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.