કપરાડા-નાનાપોંઢાના ખેડૂતોને ટ્રાન્સમિશન ટાવરનું વળતર ક્યારે મળશે?
- byDamanganga Times
- 31 August, 2026
ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા મસ મોટા ટ્રાન્સમિશન ટાવરો ઊભા કરવા અને ખેડૂતોને બજાર કિંમત કરતા ૨૦૦ ટકા જમીન, પાક, ફળાઉ ઝાડો તથા અન્ય વૃક્ષોને થયેલુનું નુકશાન કામ શરૂ પહેલા યોગ્ય મૂલ્યાંકન કરી ચૂકવવા ના સરકાર દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરી જે તે કંપનીઓને સોંપવામાં આવ્યું હોવાની વિગત મળવા પામી છે. છતાં વલસાડ જિલ્લા ના કપરાડા - નાનાપોંઢા તાલુકા અસંખ્ય ગામો અને દાદરાનગર હવેલીના રાંધા ગામ વિસ્તારમાંથી પાવરગ્રીડ કંપનીના મસ મોટા ટ્રાન્સમિશન ટાવરો ઊભા કરી દેવામાં આવ્યા હતાં. અસંખ્ય ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન, પાક, ફાળવ ઝાડો તથા અન્ય ઝાડોને નુકશાન થયું હતું. લાઈનો નાંખી વર્ષ વિતી ગયું હોવા છતાં ખેડૂતોને જમીન અંગે નું વળતર ચૂકવવા માં આવ્યું નથી હોવાની વિગત મળવા પામી છે. જે અંગે કપરાડા - નાનાપોંઢા તાલુકાના અને દાદરા નગર હવેલીના ખેડૂતો દ્વારા તંત્ર સામે વિરોધ નોંધાવી ઍક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારને રજૂઆત કરવાના નિર્ણય લેવાયો હતો. સરકાર તાત્કાલિક યોગ્ય ન કરે તો આગામી દિવસોમાં આંદોલન કરવાના મૂડમાં ખેડૂતો જોવા મળ્યા હતાં.
પ્રાપ્ય વિગતો મુજબ ભારતીય વિદ્યુત અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૬૭ અને કલમ ૬૮ની જોગવાઇઓ સાથે ભારતીય ટેલિગ્રાફ ઍક્ટ ૧૮૮૫ની કલમ ૧૦ અને કલમ ૧૬માં થયેલ જોગવાઈ મુજબ વ્યાખ્યાયિત નુકશાન માટે અસરગ્રસ્ત વ્યક્તિઓઍ (ખેડૂતો / જમીનમાલિકો)ને તેઓની જમીન, પાક, ફાળવ ઝાડો તથા અન્ય વૃક્ષોને થયેલું નુકશાન પેટે વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. સરકારે દ્વારા સમયાંતરે વંચાણે લીધેલ વિવિધ ઠરાવોથી વળતર ચૂકવવાનું નિર્ધારિત કરવામાં આવેલ છે. આ આ ઉપરાંત ખેડૂતો દ્વારા વખતો વખત વળતર અંગેની રજૂઆતને પગલે સરકાર દ્વારા ટેરિફમાં થનાર સંભવિત વધારાને સંતુલિત કરી અસરગ્રસ્તોની ન્યાયી વળતર મળી રહે તે માટેનું સરકાર સુચારુ બનાવવા માટેની માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છતાં કંપનીઓના મનસ્વી અને ખેડૂતોને છેતરવાના વલણના કારણે નાનાપોંઢા - કપરાડાના અસંખ્ય ગામોમાં ટ્રાન્સમિશન ટાવરો ઊભા કરી દેવામાં આવ્યા છે. છતાં વળતર ચૂકવવા માટે સરકારની વળતર અંગેની માર્ગદર્શિકાના નિયમોને ધોઈને પી ગયા હોવાનું જોવા મળે છે. ઍક જાણકારી મુજબ ખેડૂતોને પાક, ફળાઉ ઝાડો અને અન્ય વૃક્ષોનું વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં પણ સરકારના નીતિનીઓ પ્રમાણે ચૂકવ્યું નથી હોવાની વિગત મળવા પામી છે. કંપની દ્વારા ગરીબ આદિવાસી ખેડૂતોને રીતસરને છેંતરી રહ્ના હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કપરાડા - નાનાપોંઢા તાલુકા અને દાદરા નગર હવેલીના રાંધા સહિતના ગામોના અસંખ્ય ગરીબ ખેડૂતો જમીનમાંથી મસમોટા ટ્રાન્સમિશન ટાવરો ઊભા કરી દેવાયા છે. કેટલાક નાના ખેડૂતોને તો ખેતી કરવાની જમીન પણ રહી નથી. તેવા ખેડૂતોને જમીન અંગેનું વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોની હાલત દયનીય બની છે. ટાવર આધારિત વિસ્તાર (ચાર પાયા વચ્ચેનું ભાગ)ની જમીનના નુકશાન પેટે માર્કેટ રેટ કમિટી ( પ્.ય્.ઘ્) દ્વારા નિર્ધારિત જમીનની બજાર કિંમતના ૨૦૦ ટકા (બે ગણો) જેટલું વળતર ચૂકવવાનું રહશે .આ ઉપરાંત ચાર પાયા નું વાસ્તવિક વિસ્તાર ઉપરાંત દરેક બાજુ ૧ મીટરનું વધારાનું વિસ્તરણ ધ્યાને લેવામાં આવશે. આમ ટ્રાન્સમિશન ટાવરોમાં અસંખ્ય ખેડૂતોની જમીન ગઈ છે. જેમાં માપમાં પણ ચાર પાયા ઉપરાંત દરેક બાજુ ૧ મીટરનું માપ પણ ઓછું બતાવી ખેડૂતોને છેતરવામાં આવી રહ્ના હોવાની વિગત મળવા પામી છે.
આ ઉપરાંત ખેડૂતોના ખેતરોમાંથી પસાર થયેલા ટાવરોના રેશાઓની પહોળાઈ અને લંબાઈના આધારે ખેડૂતોને મળવાપાત્ર વળતર ચૂકવવા માટે સરકારની માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવાળે છે. પરંતુ કંપનીઓ રેષાનું વળતરથી ખેડૂતોને અજાણ રાખી ઍક પણ ખેડૂતને વળતર ચૂકવ્યું નથી. હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
આમ કપરાડા - નાનાપોંઢા તાલુકા અને દાદરા નગર હવેલીના રાંધા ગામ વિસ્તારમાંથી પસાર થયેલી ટ્રાન્સમિશન ટાવરોની લાઇન નાખતા પહેલા વળતર ચૂકવવાનો સરકારનો નિયમને ધોઈને પી જનારી કંપની ખેડૂતોને છેંતરી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જે અંગે ભારે વિરોધ વચ્ચે મીટીંગો યોજાઈ રહી છે. જે અંગે રાજ્ય સરકારને રજૂઆતો કરવા ઉપરાંત આગામી દિવસોમાં આંદોલન કરવા જેવા નિર્ણયો લેવાઈ રહ્ના હોવાનું જાણવા મળે છે.
