Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

ઝરિયામાં આદિમજૂથ સમાજની બેઠક મળી

ઝરિયામાં આદિમજૂથ સમાજની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૩૦ ઃ ધરમપુર તાલુકાના ઝરિયા ગામે દૂધ ડેરી હોલ ખાતે વલસાડ જિલ્લા આદિમજૂથ સમાજની વિશેષ બેઠક યોજાઈ હતી. દિલીપભાઈ ભુરકુંડની આગેવાની હેઠળ યોજાયેલી બેઠકમાં ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકાના સમાજના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં યુવાનોના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો અંગે માર્ગદર્શન અપાયું હતું. ઓફિસર ઉર્જાબેન દેવલપર દ્વારા ત્વ્ત્માં લ્વ્ યુવાનો માટે ઉપલબ્ધ વિનામૂલ્યે તાલીમ, વિવિધ ટ્રેડ, પ્રવેશ લાયકાત અને રોજગારની તકો અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત ધરમપુરના ઓઝરપાડા સ્થિત ખ્દ્દ્યશ્ર ત્ઁસ્ન્દ્દજ્ઞ્દ્દ્યદ્દફૂ ંશ્ સ્ંર્ણૂદ્દજ્ઞ્ંઁર્ીશ્ર ચ્હૃણૂફૂશ્રશ્રફૂઁણૂફૂ ખાતે લ્વ્ ઉમેદવારો માટે ડેટા ઍન્ટ્રી, સીવણ, ઘ્ઘ્વ્સ્, ઇલેક્ટ્રિશિયન, મોબાઇલ રિપેરિંગ, ર્નસિંગ આસિસ્ટન્ટ, વેલ્ડિંગ, થ્ઘ્ગ્ અને ફોર્કલિફટ ઓપરેટર સહિતના વિવિધ મફત તાલીમ અભ્યાસક્રમોની માહિતી પણ આપવામાં આવી હતી.
બેઠકમાં પ્રવીણભાઈ આહીર સહિત દિલીપભાઈ, લક્ષ્મણભાઈ, રામદાસભાઈ, જયેશભાઈ, નામદેવભાઈ સહિત સમાજના આગેવાનો, કાર્યકરો અને યુવાનો ઉપસ્થિત રહ્ના હતા. અંતે સમાજના પ્રશ્નોના ઉકેલ અને વિકાસ માટે સંગઠિત રહીને કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.