Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

કપરાડામાં પ્રથમવાર ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી વર્કશોપ યોજાયો

કપરાડામાં પ્રથમવાર ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી વર્કશોપ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૩૦ ઃ કપરાડા તાલુકાના યુવાનોને ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના ક્ષેત્રમાં રોજગારની નવી તકો મળી રહે તે હેતુથી કપરાડામાં પ્રથમવાર ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ફજ્ઞ્ત્ત્ંઁ તેમજ લ્ંઁર્ીશ્રજ્ઞ્ ભ્ત્ર્ંદ્દંસ્ન્ના ઓનર નિલુભાઈ દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક યુવા આગેવાન વત્સલ જોગારી તેમજ યોગેશ હિલીમના સહયોગથી યોજાયેલા આ વર્કશોપમાં કપરાડા વિસ્તારના યુવાનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી સહિતના ક્ષેત્રમાં જરૂરી ટેકનિકલ કૌશલ્યો અને વ્યવસાયિક તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યુવાનો પોતાની પ્રતિભા અને કૌશલ્યનો ઉપયોગ કરીને સ્વરોજગાર તરફ આગળ વધી શકે અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં પ્રથમવાર આ પ્રકારનો વર્કશોપ યોજાતા સ્થાનિક યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આયોજકો દ્વારા ભવિષ્યમાં પણ યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓ માટે આવા કાર્યક્રમો યોજવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.