Damanganga Times.

Damanganga Times.

August 28, 2026

નારગોલની શિવ મહાપુરાણ કથાથી સમગ્ર પંથક ભકિતમય બન્યો

નારગોલની શિવ મહાપુરાણ કથાથી સમગ્ર પંથક ભકિતમય બન્યો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૭ ઃ નારગોલના જગદંબાધામ ખાતે ભંડારી સમાજ, નારગોલ દ્વારા ભોજનાલયના લાભાર્થે આયોજિત વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ**ની શ્રી શિવ મહાપુરાણ કથા ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ચાલી રહી છે. કથાના પ્રારંભે વેદમંત્રો, શંખનાદ અને દીપ પ્રાગટ્ય સાથે ધાર્મિક કાર્યક્રમનો શુભારંભ થયો હતો. દીપ પ્રાગટ્ય જાણીતા ઉદ્યોગપતિ નરેશભાઈ બંથીયા** તથા ઉપસ્થિત સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્ના હતા. કથામાં કથાકાર પ્રફુલભાઈ શુક્લ* દ્વારા સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર સહિતના જ્યોર્તિલિંગોની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેમણે શ્રાવણ માસમાં શિવકથાનું શ્રવણ ભાગ્યનો ઉદય કરાવે છે તેમ જણાવી શિવભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. કથાના વિવિધ પ્રસંગોઍ પાર્થિવ શિવલિંગનું પૂજન, અભિષેક, પોથી પૂજન, વ્યાસ પૂજન અને દશાંશ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શિવ-પાર્વતી વિવાહ પ્રસંગે કથામાં વિશેષ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જયશ્રીબેન યોગેશભાઈ શુક્લ ભગવાન શિવની જાન લઈને પધાર્યા હતા, જ્યારે  રાકેશભાઈ ભંડારી અને તેમના પરિવાર દ્વારા પાર્વતી પક્ષે રહી કન્યાદાન કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ ભંડારી શિવજી અને દિપીકાબેન ભંડારી પાર્વતીજી બન્યા હતા. શંકરભાઈ ભંડારી અને રતનજીભાઈ આહીર દ્વારા મોસાળું ભરવામાં આવ્યું હતું. કથાના અન્ય દિવસે પાર્વતીજીની વિદાયની કરુણ કથાના વર્ણન સમયે ભાવિક ભક્તોની આંખોમાંથી અશ્રુધારા વહેતી થઈ હતી. આ પ્રસંગે પ્રફુલભાઈ શુક્લે દીકરીના સંસ્કાર અને પરિવારને જોડવામાં તેના મહત્વ અંગે જણાવ્યું હતું. કથામાં **રાકેશભાઈ યુ. ભંડારી, પ્રવિણભાઈ પટેલ, ગણપતભાઈ પટેલ, ધીરજભાઈ દુબળા, ગણપતભાઈ ભંડારી, મોહનભાઈ ભંડારી, અમીષાબેન યોગેશભાઈ ભંડારી, નીતાબેન રસિકભાઈ ભંડારી, તૃબેન ભંડારી, ચૈતાલીબેન પટેલ, સુલોચનાબેન ભંડારી, મંજુબેન રાઉત, સાગરભાઈ મિતના, ટીનાબેન બારીયા અને રીતેશભાઈ બારીયા** સહિતના ભક્તો ઉપસ્થિત રહ્ના હતા.
ત્યારબાદ ગણેશ પ્રાગટ્ય ઉત્સવ પણ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે યતીનભાઈ ભંડારી ભગવાન શિવ, જ્યારે પ્રિયાંસ ઓજસ પટેલ ભગવાન ગણેશ અને કાર્તિકેયની ભૂમિકામાં પધાર્યા હતા. ઉમેશભાઈ પટેલ, રોહિતભાઈ હળપતી, તુષારભાઈ પટેલ, રાજેશ રતનજી પટેલ, અશ્વિનભાઈ કોન્ટ્રાક્ટર અને શશીકાંત પટેલ સહિતના મહેમાનોઍ ભગવાન ગણેશનું પૂજન-અર્ચન કર્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોઍ ભગવાન ગણેશના દર્શન કર્યા હતા.  કથાના વિવિધ પ્રસંગોઍ ઈશ્વરભાઈ બારી, ગણેશભાઈ બારી, શૈલેષ હોડીવાલા, નરેન્દ્ર માછી, ઉપેન્દ્ર ટંડેલ, દામુભાઈ, મનોજભાઈ માછી, રાજાભાઈ ભરવાડ, ડો. પ્રમોદભાઈ પટેલ, નયનાબેન કોટવાલ, ચેતનભાઈ ગજરે અને મયુરીબેન બારી** સહિતના મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. તમામ મહેમાનોનું સ્વાગત યતીનભાઈ ભંડારી, સ્વીટીબેન ભંડારી તથા શિવમહાપુરાણ કથા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ યતીન બી. ભંડારીના હસ્તે પત્રકારોને સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન આપી બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર કથા દરમિયાન નારગોલમાં ભક્તિ, શિવ આરાધના અને ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્નાં છે.