દમણ-દાનહની પ્રતિભા રાષ્ટ્રીય મંચે ઝળકશે
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૭ ઃ ભારત સરકારની નવી પહેલ, જેમ્સ ઓફ ઈન્ડિયા હેઠળ માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ દમણના વિદ્યુત ભવન ખાતે ઍક ખાસ બેઠક યોજાઈ હતી. નવી દિલ્હીથી આવેલા પ્રસાર ભારતીના ઍડીપી આશુતોષ કુમારે પહેલના ઉદ્દેશ્યો અને સંભાવનાઓ વિશે માહિતી આપી હતી.
આ બેઠકમાં મીડિયા પ્રતિનિધિઓ, સામગ્રી નિર્માતાઓ, સોશિયલ મીડિયા વિડિઓ નિર્માતાઓ અને મેરા યુવા ભારતના યુવાનોઍ હાજરી આપી હતી. આશુતોષ કુમારે જણાવ્યું હતું કે ગેમ્સ ઓફ ઈન્ડિયા રાષ્ટ્રીય સ્તરે દમણ અને દાદરા અને નગર હવેલીની અનોખી ઓળખ સ્થાપિત કરવાની ઍક સુવર્ણ તક છે. આ દ્વારા, પ્રદેશનો ઐતિહાસિક વારસો, સંસ્કૃતિ, પરંપરાઓ, કુદરતી સૌંદર્ય, સ્થાનિક લાક્ષણિકતાઓ અને પ્રતિભાઓને સમગ્ર રાષ્ટ્ર સમક્ષ પ્રદર્શિત કરી શકાય છે.
‘જેમ્સ ઓફ ઈન્ડિયા’ દ્વારા, સ્થાનિક કન્ટેન્ટ સર્જકો અને પ્રતિભાશાળી વ્યક્તિઓને તેમની સર્જનાત્મકતા અને પ્રતિભા દર્શાવવાની તક મળશે. મેરા યુવા ભારતના અધિકારી સૃષ્ટિ શર્મા, દમણ આકાશવાણીના અધિકારી હરેશ પટેલ અને અન્ય સભ્યો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્ના હતા.
