Damanganga Times.

Damanganga Times.

August 28, 2026

વાપી મનપાની સામાન્ય સભા ૩૧મી જુલાઈઍ યોજાશે

વાપી મનપાની સામાન્ય સભા ૩૧મી જુલાઈઍ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી મહાનગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને આગામી તા. ૩૧ ઓગસ્ટ ને સોમવારના  રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે વાપી મનપાના હસ્તકના મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલા મિટિંગ હોલ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
 સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી તેમજ સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત મનપાને રાજ્ય સરકાર તથા વિવિધ ગ્રાન્ટની રકમમાંથી ખર્ચ કરવાના કામો, પાણી પુરવઠા વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ તથા ચલા અન્ડરપાસ, કસ્ટમ ફ્રન્ટિયર રોડ અને લાસ્ટ ચોકથી ફળિયા માર્ગના પહોળીકરણના કામ તેમજ નવા કર્મચારીઓની ભરતી અંગે ચર્ચા થશે. અને બહાલી આપવામાં આવશે આ ઉપરાંત વાપી-વલસાડ અન્ડરપાસના સર્વિસ રોડને પહોળો કરવા માટે જમીન સંપાદન, પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રોજેક્ટના ડીપીઆરને બહાલી આપવા સહિતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
 પ્રમુખ સ્થાનેથી પણ શહેરના વિકાસને લગતા વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવનાર છે. સામાન્ય સભામાં શહેરના માર્ગો, પાણી પુરવઠો, આવાસ, ટ્રાફિક વ્યવસ્થા અને આંતરમાળખાકીય સુવિધાઓને લગતા પ્રશ્નો પર પણ સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવશે.
નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે અને વાપીના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકામોને સમયસર પૂર્ણ કરી શકાય તે દિશામાં જરૂરી નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.
પ્રમુખ સ્થાનેથી પણ શહેરના વિકાસને લગતા વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવનાર છે.