વાપીમાં નવા બની રહેલ જે-ટાઈપ રેલ્વે અન્ડરબ્રીજનો સર્વિસ રોડ બિસ્માર
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપીમાં નવા બની રહેલા રેલવે ઓવરબ્રિજના કામ વચ્ચે જે ટાઈપ રેલવે અંડરબ્રિજ તરફના સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્ના છે. માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી જતા અકસ્માતનો ભય પણ સતાવી રહ્ના છે. વાપી ઈસ્ટ અને વેસ્ટ વચ્ચે અવરજવર માટે હાલમાં માત્ર બે અંડરબ્રિજ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં આવી રહ્ના છે. આવી સ્થિતિમાં જે ટાઈપ રેલવે અંડરબ્રિજથી સીધો નેશનલ હાઈવે નં. ૪૮ને જોડતો માર્ગ અત્યંત મહત્વનો બની રહે છે. પરંતુ આ માર્ગ પર અનેક સ્થળોઍ મોટા ખાડા પડી ગયા છે તેમજ રસ્તો ખરાબ થઈ ગયો હોવાથી અહીંથી પસાર થતા વાપી જીઆઇડીસીના ઉદ્યોગોમાં કામ કરતા હજારો કામદારો, ઉદ્યોગકારો, વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે ખાડાઓ જોખમી સાબિત થઈ રહ્ના છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ગત વર્ષે આ માર્ગની સ્થિતિ સારી હતી અને અવરજવરમાં કોઈ મોટી મુશ્કેલી નહોતી. જોકે હાલ માર્ગની બિસ્માર સ્થિતિને કારણે રોજિંદી અવરજવર મુશ્કેલ બની છે.
ટ્રાફિકની વિકટ સ્થિતિ વચ્ચે મહત્વના વૈકલ્પિક માર્ગની તાત્કાલિક મરામત કરવામાં આવે અને ખાડાઓ પૂરવામાં આવે તો હજારો વાહનચાલકો તથા રાહદારીઓને રાહત મળી શકે તેમ છે.
