સેલવાસની નમો મેડિકલનું કથિત ખાનગીકરણની તજવીજ! : કોંગ્રેસનો પ્રશ્ન
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૭ ઃ દાદરા અને નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિઍ નમો મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કથિત ખાનગીકરણ અથવા કોઈ સોસાયટીને સંચાલન સોંપવાની ચર્ચાને લઈને ભાજપ અને વહીવટીતંત્ર પાસે સ્પષ્ટતા માંગી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાઍ જણાવ્યું કે કરોડો રૂપિયાના ખર્ચે અને જનતાના કરવેરાના નાણાંથી ઉભી કરાયેલી સંસ્થાને ખાનગી હાથોમાં સોંપવાની કોઈ યોજના હોય તો સરકાર દ્વારા દસ્તાવેજો સાથે જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈઍ.
ટોકિયાઍ જણાવ્યું કે કોંગ્રેસ અફવા નહીં, પરંતુ જનતામાં ચાલી રહેલી ચર્ચા અંગે સત્તાવાર જવાબ માગી રહી છે. તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા, સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવર તેમજ વહીવટીતંત્રને સંસ્થાની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની યોજના અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. કોંગ્રેસ પ્રમુખે અગાઉ વીજ વિભાગના ખાનગીકરણના મુદ્દાનો ઉલ્લેખ કરી આક્ષેપ કર્યો હતો કે સરકારી સેવાઓ અને મિલકતો અંગે સતત સવાલો ઊભા થઈ રહ્ના છે.
તેમણે ચેતવણી આપી કે નમો મેડિકલ સંસ્થાના ખાનગીકરણ અથવા સોસાયટી મારફતે સંચાલનની વાત સાચી સાબિત થશે તો કોંગ્રેસ દ્વારા જનઆંદોલન કરવામાં આવશે.
