આજે વલસાડના બે સાહિત્યકારોના દમણ રેડિયો પર વાર્તાલાપ
- byDamanganga Times
- 28 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ આજે તા. ૨૮-૮-૨૬ નારોજ શુક્રવારે બળેવ અને ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી આવે છે.
ઍ નિમિત્તે બુધસભા વલસાડના ડો. રાધિકા ટીક્કુ આકાશવાણી દમણ ઉપરથી ઍ દિવસે સવારે સાત કલાકે બળેવ ઉપર વાર્તાલાપ આપશે. અને જાણીતા હાસ્ય લેખક અને હાસ્ય કલાકાર રમેશભાઈ ચાંપાનેરી પણ ઍ જ દિવસે સવારે ૧૦-૩૦ કલાકે ઝવેરચંદ મેઘાણીના જીવન કવન અને લોકસાહિત્ય ઉપર વાર્તાલાપ આપશે. ઉલ્લેખનીય છે કે આ બંને વક્તાઓ દમણ ગંગા ટાઈમ્સના નિવડેલા કોલમિસ્ટ પણ છે.
