Damanganga Times.

Damanganga Times.

August 28, 2026

વાપી બજારમાં રક્ષાબંધન પૂર્વે રાખડી બજાર જામ્યું

વાપી બજારમાં રક્ષાબંધન પૂર્વે રાખડી બજાર જામ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપીમાં રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્ના છે ત્યારે વાપી ટાઉન અને ગુંજન વિસ્તારમાં આવેલી રાખડી બજારમાં ભારે ગ્રાહકી જોવા મળી રહી છે. તહેવારને લઈ બહેનો દ્વારા ભાઈઓ માટે મનપસંદ રાખડીની ખરીદી કરવામાં આવી રહી છે, જેના પગલે રાખડીના વેપારીઓમાં પણ ખુશાલીનો માહોલ જોવા મળી રહ્ના છે. આ વર્ષે વિવિધ ડિઝાઇન અને આકર્ષક રંગોની રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે. ખાસ વાત ઍ છે કે ગત વર્ષની સરખામણીઍ આ વર્ષે રાખડીના ભાવમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી.
છેલ્લા ૩૫ વર્ષથી વાપી ટાઉન અને ગુંજન વિસ્તારમાં હંગામી રાખડી બજારનું વેચાણ કરતા વેપારી બિમલ શાહ અને યતીન શાહે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પણ ગ્રાહકોમાં રાખડીની ખરીદી માટે સારો ઉત્સાહ જોવા મળી રહ્ના છે અને ભાવમાં નજીવો પણ વધારો ન થતાં ગ્રાહકોને પણ રાહત મળી છે.
જોકે છેલ્લા દિવસે રાખડી બજારમાં તેમજ સ્વીટ ની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભેળ જોવા મળશે.