Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

વઘઇના ગીરાધોધ પાસે સુરક્ષાને લઈ સવાલો!

વઘઇના ગીરાધોધ પાસે સુરક્ષાને લઈ સવાલો!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૬ ઃ ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઈ નજીક આવેલો ગીરાધોધ ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી સૌંદર્યથી સોળે કળાઍ ખીલી ઊઠે છે. ધોધના મનમોહક નજારાની મજા માણવા માટે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્ના છે. જોકે, પ્રવાસીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા ઞ્ય્ઝ઼ તથા હોમગાર્ડના જવાનોની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્ના છે. પ્રવાસીઓની સુરક્ષા માટે સુરક્ષા કર્મચારીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હોવા છતાં તેઓ પોતાની ફરજ બજાવવાના બદલે લારી-ગલ્લાઓ પર બેસીને સમય પસાર કરતા હોવાના આક્ષેપો પ્રવાસીઓ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્ના છે. જો પ્રવાસીઓની ભીડ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ કે મોટી દુર્ઘટના સર્જાય અને તે સમયે સુરક્ષા કર્મચારીઓ પોતાની ફરજ પર સક્રિય ન હોય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો સવાલ હવે ઉઠી રહ્ના છે.ચોમાસાની ઋતુમાં ગીરાધોધ ખાતે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે.
ગીરાધોધ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્ના છે. ત્યારે કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાને બદલે તંત્ર દ્વારા અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવે અને ફરજ પર તૈનાત કર્મચારીઓ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલમાં પ્રવાસીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનાં ચેડા ન થાય તથા ગીરાધોધ ખાતે તૈનાત સુરક્ષા કર્મચારીઓ ખરા અર્થમાં ફરજ બજાવે તે સુનિડ્ઢિત કરવું હવે તંત્ર માટે અગત્યનું બન્યુ છે. ત્યારે આવનાર દિવસોમાં તંત્ર સાબદુ બને છે કે કેમ તે જોવુ જ રહ્ના.