નાનાપોîઢામાં નશાબાજ પતિથી કંટાળી પત્નીઍ અભયમની મદદ માંગી
- byDamanganga Times
- 27 August, 2026
વલસાડ તા.૨૬ ઃ વલસાડ જિલ્લાના નાનાપોઠા તાલુકા નજીકના ગામમાં રહેતી ઍક મહિલાઍ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કરી પતિ દ્વારા થતી હેરાનગતિ અંગે મદદ માગી હતી. મહિલાની રજૂઆત મુજબ તેમના પતિ કેફી પદાર્થનું સેવન કર્યા બાદ અવારનવાર નાની-મોટી બાબતોમાં બોલાચાલી કરી અપશબ્દો બોલતા અને તેમને હેરાન કરતા હતા. તેમજ મહિલાના કામના સ્થળે જઈને પણ બોલાચાલી કરતા હોવાથી તેમના કામકાજ અને આવક પર અસર થઈ રહી હતી. ફરિયાદ મળતા ૧૮૧ અભયમ વલસાડની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને તેમની રજૂઆત વિગતવાર સાંભળવામાં આવી હતી. મહિલાની રજૂઆત મુજબ તેમના લગ્ન આશરે વર્ષ ૨૦૧૪માં સામાજિક રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનથી તેમને બે પુત્રો છે, જેઓ અભ્યાસ કરી રહ્ના છે. પતિ રિક્ષા ચલાવવાનું કામ કરતા હોવાનું મહિલાઍ જણાવ્યું હતું.
મહિલાની રજૂઆત મુજબ પતિને લાંબા સમયથી કેફી પદાર્થના સેવનની કુટેવ હોવાથી સેવન કર્યા બાદ તેઓ નાની-મોટી બાબતોમાં બોલાચાલી અને ઝઘડો કરતા હતા. પરિવારના ખર્ચ તથા બાળકોના અભ્યાસ માટે પૂરતો સહયોગ ન મળતા મહિલા પોતે બ્યુટી પાર્લર ચલાવી પરિવારના ગુજરાન તથા બંને બાળકોના અભ્યાસની જવાબદારી નિભાવતી હતી.
વારંવારની બોલાચાલી અને હેરાનગતિને કારણે મહિલા છેલ્લા આશરે નવ મહિનાથી અલગ રહેતી હોવાનું અને પોતાનું બ્યુટી પાર્લર પણ અન્ય સ્થળે ખસેડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમ છતાં પતિ તેમના કામના સ્થળે આવીને બોલાચાલી કરતા હોવાથી મહિલાને વ્યવસાય ચલાવવામાં મુશ્કેલી પડતી હતી અને તેની અસર તેમની આવક પર પણ થતી હતી. મહિલાની રજૂઆતને ધ્યાનમાં લઈ ૧૮૧ અભયમ ટીમ દ્વારા પતિનું સ્થળ પર અસરકારક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કેફી પદાર્થના સેવનથી વ્યક્તિ, દાંપત્યજીવન તથા પરિવારના વાતાવરણ પર થતી નકારાત્મક અસર અંગે સમજ આપવામાં આવી હતી. વ્યસન છોડવા માટે જરૂરી હોય તો નશામુક્તિ કેન્દ્ર તથા યોગ્ય નિષ્ણાતની મદદ લેવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
