Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

ચીખલી રાનકુવા માર્ગ પર ટ્રક અડફેટે મહિલાનું મોત

ચીખલી રાનકુવા માર્ગ પર ટ્રક અડફેટે મહિલાનું મોત


ચીખલી, તા.૨૬ ઃ ચીખલી કોલેજથી રાનકુવા જતા માર્ગ ઉપર આવેલ માણેકપોર ગામની હદમાં ગાંધી રોડ બિલ્ડર્સની સામે સાંજના સમયે ઍક ઍક્ટિવા ગાડી નંબર જીજે ૨૧ બીઍમ ૯૮૩૪ ઉપર સવાર અંજનાબેન વિરેન્દ્રભાઈ પટેલ અને ધ્રુવીકાબેન આશિષભાઈ નાયકા પટેલ ઉ.વ. ૨૬ બંને રહે. રાનવેરીકલ્લા નહેર ફળિયા તા. ચીખલી જેઓ કપડા ખરીદી કરીને ઘરે પરત જઈ રહ્ના હતા દરમિયાન ઍક હાઇવા ટ્રક નંબર સ્ત્રિં્ ૦૧ ફિં ૭૩૧૭ ના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ ચાલતી ઍકટીવા મોપેડ સાથે ધડાકાભેર અથડાવી દેતા ઍકટીવા મોપેડ ઉપર સવાર અંજનાબેન પટેલ રોડ ઉપર પટકાયા હતા જ્યારે પાછળ બેઠેલ ધ્રુવીકા આશિષ નાયકા પટેલ રોડ ઉપર પટકાતા જેને માથામાં ગંભીર ઈજા પહોંચતા જેનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજવા પામ્યું હતું જ્યારે અંજનાબેન પટેલને ડાબા હાથમાં અને ડાબા પગમાં ઇજા પહોંચતા જેને સારવાર લેવાની નોબત આવી છે બનાવ અંગેની ફરિયાદ મરનાર ધ્રુવીકાબેન પટેલના પતિ આશિષ અરવિંદ નાયકા પટેલે ચીખલી પોલીસ મથકે કરતા આગળની વધુ તપાસ ચીખલી ના પીઍસઆઇ આર. ઍન. વાડલે કરી રહ્ના છે.