Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

ગોયમા જલારામ મંદિર પાસે અકસ્માતમાં યુવકનું મોત

ગોયમા જલારામ મંદિર પાસે અકસ્માતમાં યુવકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૬ ઃ પારડી તાલુકાના ગોયમા ગામે જલારામ મંદિર નજીક પરીયાથી નાનાપોંઢા તરફ જતા રોડ પર આઇસર ટેન્કર અને યામાહા જ્ક્ષ્ મોટરસાઇકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક ૨૦ વર્ષીય મનોજ ધવળુભાઈ કડાળીનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે આશરે ૮ઃ૪૫ વાગ્યાના અરસામાં મનોજ ધવળુભાઈ કડાળી યામાહા જ્ક્ષ્ મોટરસાઇકલનં.ઞ્થ્-૧૫-ચ્ધ્-૮૪૩૩ લઈને પસાર થઈ રહ્ના હતો. તે દરમિયાન આઇસર ટેન્કર નં. ઞ્થ્-૨૧-ળ્-૩૩૬૪ના ચાલકે વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઇકલ સાથે અકસ્માત કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે અકસ્મતમાં મનોજને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે રોહીણા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તપાસ બાદ સવારે ૯ઃ૩૦ વાગ્યે મનોજને મૃત જાહેર કર્યો હતો અકસ્મતાની જાણ થતાં પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળેથી આઇસર ટેન્કર તથા મનોજની મોટરસાઇકલ મળી આવી હતી. આઇસર ટેન્કર ચાલક તરીકે દિવ્યેશકુમાર રામુભાઈ પટેલ (ઉ.વ. ૩૦), રહે. નારણપોર ગામ, ઝઘડીયા ફળિયું, તા. ખેરગામ, જી. નવસારીનું નામ સામે આવ્યું છે.
મૃતકના પિતા ધવળુભાઈ દેવરાભાઈ કડાળીઍ પારડી પોલીસ સ્ટેશનમાં આઇસર ટેન્કરના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.