વાપી બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ખાતે રક્ષાબંધન પર્વ ઉજવાયું
- byDamanganga Times
- 27 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપીના બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ રક્ષાબંધન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપી કોપરલી સ્થિત ઇસ્કોન મંદિરના પૂ. સુંદર ગોપાલ પ્રભુજી, બેંક ઓફ ઈન્ડીયા જીઆઈડીસી બ્રાન્ચના ચીફ મેનેજર પ્રભાકર ગુા, સંપૂર્ણ સ્થાનિક દૈનિક દમણગંગા ટાઈમ્સના ઍમડી શીતલ ઉપાધ્યાય વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં.
આ સમારોહ દરમિયાન દમણગંગા ટાઈમ્સના ઍમડી શીતલ ઉપાધ્યાયઍ ડીજીટલ યુગમાં સબંધોની સુરક્ષા વિષયે પોતાના ઉદ્દબોધનમાં ઍપલના સ્ટીવ જાબ્સનું ઉદાહરણ ટાંકી મોબાઈલ જેવા ગેજેટોના ઉપયોગમાં વિવેક રાખવા અનુરોધ કર્યો હતો. જ્યારે ઈસ્કોનના પૂ. સુંદર ગોપાલ પ્રભુજીઍ તેમના વિસ્તૃત વક્તવ્યમાં સ્ક્રીન ટાઈમની સબંધો પર થતી માઠી અસરો અંગે જણાવ્યું હતું. બીઅોબીના અધિકારીઍ બ્રહ્માકુમારીઝ સાથેના તેમનો જુનો નાતો યાદ કર્યો હતો. જ્યારે બ્રહ્માકુમારીઝ વાપી કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. રશ્મિબેને વક્તવ્ય આપ્યું હતું. તેમણે વ્યસનોમાંથી મુક્તિ માટેના વિશ્વવ્યાપી અભિયાનમાં બ્રહ્માકુમારીઝની ભાગીદારી અંગે જણાવી વ્યસનમાંથી મુક્ત થવા માટેનો સંકલ્પ લેવડાવી રક્ષાબંધનની સાર્થક કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બ્રહ્માકુમારી કેન્દ્રની બહેનોઍ ઉપસ્થિત મહેમાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ભાવપૂર્વક ઉજવણી કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારીઝના વાપી કેન્દ્રના મુખ્ય સંચાલિકા રશ્મિબેન તેમજ કેન્દ્રની અન્ય બ્રહ્માકુમારીઝ બહેનો અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સભ્યોઍ રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દમણગંગા ટાઈમ્સના તંત્રી, મુદ્રક, પ્રકાશક શ્રીમતી મંજુલાબેન ઉકાણી તેમજ વાપીના અગ્રણી આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતાં.
