વાપી શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાશે
- byDamanganga Times
- 27 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપીના સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ, વાપી દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ તથા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૮-૮-૨૦૨૬ના રોજ યોજાનાર આ કાર્યક્રમનો પ્રારંભ સવાર ૮ કલાકે થશે. કાર્યક્રમ દરમિયાન સમાજનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવશે તેમજ હિસાબો રજૂ કરી સમાજની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ, વાપીના પ્રમુખ હાર્દિકભાઈ મહેતા, મંત્રી રજત રાવલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્નાં છે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સમાજજનો માટે બપોરે મહા-સાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમાજના સભ્યોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.
