Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

વિજ્ઞાન બાહ્ના જગતનો જ્યારે અધ્યાત્મ અંતરાત્માનો સાક્ષાત્કાર કરાવે : પૂ. સ્વામી પરમાત્માનંદજી

વિજ્ઞાન બાહ્ના જગતનો જ્યારે અધ્યાત્મ અંતરાત્માનો સાક્ષાત્કાર કરાવે : પૂ. સ્વામી પરમાત્માનંદજી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ઃ સ્પંદન, વાપી દ્વારા ‘આલ્કેમી ઓફ  ધ મોન્ક ઍન્ડ સાયન્ટિસ્ટ’ નામનો ઍક સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમ, નામધા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી, ૧૩ માં જ્યોર્તિલિંગ ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર, બરૂમાળના  સંસ્થાપક પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી, તેમજ વાપીમાં આવેલ ભક્તિ સેતુ હવેલીના સ્થાપક ઍવા શ્રી ગોવિંદ રાય છે મહારાજ શ્રી જેવા ત્રણ ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ જ્ઞાતાઓઍ તેમની લાક્ષણિક શૈલીમાં તેમના મંતવ્યો રજૂ કર્યા.પ. પૂ. સ્વામી પરમાત્માનંદજી(અખિલ હિન્દુ મહાસભાના કન્વીનર અને સેક્રેટરી જનરલ) ઍ તેમના વક્તવ્યનાં આરંભમાં જ આધ્યાત્મ અને ધર્મનો અર્થ સ્પષ્ટ કરતા જણાવ્યું કે ધર્મ ઍટલે કર્તવ્ય. પરંપરાગત પૂજા પાઠ/ વિધિવિધાન તે ધર્મ નથી. ધર્મ ઍટલે કર્તવ્ય/ફરજ. જેમ કે પુત્ર-ધર્મ,પિતા-ધર્મ, પડોશી-ધર્મ,રાષ્ટ્ર-ધર્મ વગેરે. જ્યારે આધ્યાત્મ ઍટલે સાધના દ્વારા પરમ તત્વને, સત્યને જાણવું. વિજ્ઞાને આપણા જીવનને સુખ સગવડ વાળું બનાવ્યું, જેમકે મોબાઈલ ફોન,ઍર કન્ડિશન, ગાડી,કોપ્યુટર, ઍ. આઈ વગેરે દ્વારા આપણું જીવન   સગવડભર્યું બનાવી શકીઍ પણ આવી કોઈપણ સગવડ કે વસ્તુ વગર પણ આપણું જીવન આનંદમય બનાવવાનો માર્ગ બતાવે તે અધ્યાત્મ. વિજ્ઞાન બાહ્ના જગતનો પરિચય કરાવે છે,જ્યારે અધ્યાત્મ માનવીના અંતરાત્માનો સાક્ષાત્કાર કરાવે છે.વાપીની ભક્તિ પ્રસેતુ હવેલીના વૈષ્ણવાચાર્ય પૂ. પા.ગોસ્વામી ૧૦૮ શ્રી ગોસ્વામીરાયજી  મહારાજશ્રીઍ આપણા શાસ્ત્રો વિશે વાત કરતા કહ્નાં, કે લોકોમાં ઍવી ભ્રામક માન્યતા છે,કે મહાભારત પૂરું વાંચીઍ તો ઘરમાં ઝગડા થાય.હું તો કહું છું કે કુટુંબના સર્વે સભ્યોઍ સાથે બેસીને મહાભારતનો પાઠ કરવો જોઈઍ.મહાભારત વાંચીશું,તો ગીતાનું જ્ઞાન પ્રા થશે. આપણા મુખ્ય બે મહાકાવ્યો- રામાયણ અને મહાભારત  ઍ ઇતિહાસ ગ્રંથો  છે, જ્યારે સર્વ વેદ, પુરાણો, ઉપનિષદોના અભ્યાસ દ્વારા જીવનમાં સાચા મૂલ્યો પ્રસ્થાપિત કરી શકાય છે. ગોસ્વામીજીઍ રામાયણ અને મહાભારતની કથા/દંતકથાના વિસ્તૃત  ઉદાહરણ આપી, જ્ઞાન અને વિજ્ઞાનનાં સંબંધનો પરિચય કરાવ્યો. અંતે મહામંડલેશ્વર સ્વામી વિધાનંદ સરસ્વતીજીઍ સર્વ શ્રોતાજનોને ઓમના ઉચ્ચારણથી ઍકાગ્ર કરાવી, ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગમાં શ્લોકગાન કરાવડાવી વક્તવ્ય નો આરંભ કરતા તેઓઍ જે ઉદ્દેશ સાથે ધરમપુર પાસે આવેલ બરૂમાળ મંદિર અને આશ્રમશાળાની સ્થાપના કરી,આદિવાસી સમાજમાં ભારતીય સંસ્કૃતિ આધારિત સેવા કાર્યો કર્યા, તે વિશે માહિતી આપવા સાથે બહુ જ સ્પષ્ટ રીતે વિકાસ અને વિનાશ વચ્ચેની પાતળી ભેદરેખા સ્પષ્ટ કરી .વિકાસ ઍવો સંતુલિત હોવો જોઈઍ કે જે વિનાશ તરફ નહીં ,પણ  સ્ન્્યસ્ર્ન્દ્દીજ્ઞ્ઁર્ીણુશ્રફૂ ફુફૂરુફૂશ્રંષ્ટૃફૂઁદ્દ તરફ લઈ જાય.
અંતમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોલેજના યુવક યુવતીઓના ના મનમાં ઉઠતા સાંપ્રત સમયના અને ધાર્મિક વિધિ વિધાનો વિશેના દરેક સવાલના જવાબ સ્વામી શ્રી પરમાત્માનંદજી અને પૂજ્યપાદ ગોસ્વામીજીઍ ઉદાહરણ સાથે આપી, તમામ શ્રોતાઓને સંતુષ્ટ કર્યા હતાં. કાર્યક્રમનો શુભારંભ સ્વાગત- નૃત્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવેલ. આ વિશિષ્ટ કાર્યક્રમના આયોજનના ઉદ્દેશ્ય અંગેની રજૂઆત કાર્યક્રમના મુખ્ય વિચારક નિકુંજભાઈ શુક્લ અને કાર્યક્રમ આયોજક,સ્પંદન ઉપપ્રમુખ જીગ્નેશ ભટ્ટે કરી. પ્રમુખ શ્રીમતી ચારુશીલા ભટ્ટના સ્વાગત પ્રવચન બાદ સ્પંદનના ટ્રસ્ટીઓઍ ત્રણે સ્વામીજીઓનો પરિચય આપવા સાથે બહુમાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શિક્ષિકા સુશ્રી જ્યોતિબેન પંડયાઍ કર્યુ હતું. આ કાર્યક્રમમાં પદ્મશ્રી પૂજ્ય ગફુરભાઈ બિલખીયા  તથા વાપી ડીવાયઍસપી બી, ઍન. દવે તથા સ્પંદન સભ્યો ઉપરાંત શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા વાપીના પ્રબુદ્ધ નાગરિકો  ઉપસ્થિત હતાં.