Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

વાપી પંથકમાં માટીના શ્રીજીની નાની મૂર્તિઓની વધુ માંગ

વાપી પંથકમાં માટીના શ્રીજીની નાની મૂર્તિઓની વધુ માંગ


(મનોજ ભંડારી દ્વારા)
વાપી, તા. ૨૬ ઃ સમગ્ર દેશમાં ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થનાર ગણેશ ચતુર્થી માટે લોકોઍ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશ ચતુર્થીના તહેવારને ખૂબ જ મહત્વનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. વાપીમાં દર વર્ષે  નાના-મોટા મંડળો અને વ્યક્તિગત ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે. જ્યાં દોઢથી ૧૧ દિવસ સુધી ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવે છે. વાપીમાં છેલ્લા કેટલાક સમયથી ભક્તો મોટી મૂર્તિઓ કરતાં નાની મૂર્તિઓની સ્થાપના પર વધુ ભાર આપી રહ્ના છે. તેની પાછળનું કારણ પર્યાવરણ જાગૃતિ અને વહીવટીતંત્રની સૂચનાઓ માનવામાં આવે છે. કેટલાક  મંડળો  દ્વારા અન્ય શહેરોમાંથી મોટી અને પ્લાસ્ટર ઓફ પેરિસની આકર્ષક મૂર્તિઓ મંગાવવામાં આવે છે.
જ્યારે વાપીમાં છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી શાહુ માટી ની ગણેશજીની પ્રતિમા તેમજ વિવિધ દેવી-દેવતાની પ્રતિમા બનાવનાર મૂર્તિકાર વિલાસ સિંદે આજે પણ માત્ર માટીની પ્રતિમા જ બનાવવાની કામ કરે છે તેમના જેવા મૂર્તિકારોની કળા મહેનત અને શ્રદ્ધાથી વાપી પંથકમાં ગણેશ મહોત્સવની ચહલ પહલ શ્રાવણ માસના શરૂ થઈ જાય છે તેમની પાસે ૨૧૦૦ થી લઈને સૌથી મોટી ૩૧,૦૦૦ ની ગણેશજીની પ્રતિમા મળે છે સાથે તેઓ ગણપતિ ઉત્સવ બાદ સરસ્વતી પૂજા તેમજ દુર્ગા પૂજા અને અંબાજી તેમજ વિશ્વકર્માની પણ પ્રતિમા બનાવી વેચાણ કરે છે.
મૂર્તિકાર વિલાસ શિંદે તેઓ ૧૯૮૫માં દહાણુથી વાપી પહેલીવાર આવેલા ૬૮ વર્ષીય વિલાસ શંકર શિંદે ૪૧ વર્ષથીવાપી મા ગણેશની મૂર્તિ બનાવી રહ્ના છે. તેમણે કહ્નાં કે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને વહીવટીતંત્રના આદેશોને કારણે તેમની પાસે લોકો  મોટી પ્રતિમાનો આગ્રહ નથી રાખતા. આ વર્ષે પણ પ્રશાસને ૯ ફૂટથી મોટી મૂર્તિઓ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. વિલાશ શિંદેઍ કહ્નાં કે પોલીસ મૂર્તિ કલાકારો અને વિક્રેતાઓને પણ ફોન કરીને જાણ કરે છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે તેમની જગ્યાઍ સૌથી મોટી મૂર્તિ પાંચ  ફૂટની છે. અને ગત જુલાઈ ૨૦૨૬ માં વાપી પંથકમાં આવેલા ભારે વરસાદને લઈ બિલખાડીમાં આવેલા પુરના પાણી તેમના મકાનમા  પાણી ભરાવાને કારણે તેમની માટીની બનાવેલી ૧૫૦ થી વધુ પ્રતિમાઓ ઓગળી ગઈ છે તેઓ જણાવે છે કે વાપીમાં સૌ પ્રથમ વર્ષ  ૧૯૮૪ માં વાપીના છીરી રામનગર થી માત્ર ૨૬ મૂર્તિઓ બનાવી અને વેચી, હવે આંકડો દર વર્ષે સતત વધતો રહે છે અને આજે તે  ૨૦૨૬મા ૭૦૦ ની આસપાસ પહોંચી ગયો છે.
છીરીથી રામનગર અને ત્યારબાદ સી ટાઈપ અને હાલમાં વાપી જીઆઇડીસીના પોલીસ કોટર સામેના પ્લોટ માં આ પ્રતિમાઓ બનાવવામાં આવે છે  માટીની પ્રતિમા બનાવવા માટે મૂર્તિકાર વિલાસ શિંદે ભાવનગર કચ્છ અને મહારાષ્ટ્રના કોંકણ અને મહારથી સાહુ માટી મંગાવે છે આ માટી માંથી બનેલી ગણેશજીની મૂર્તિ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે. તે પોતે પર્યાવરણ પ્રત્યે કેટલા સભાન છે તે ઍ હકીકત પરથી જોઈ શકાય છે કે તે પ્રતિમાની સજાવટમાં અન્ય વસ્તુઓની સાથે પથ્થર, કાચ, મોતી કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી. તેઓ માને છે કે નિમજ્જન દરમિયાન આ વસ્તુઓ નાના જળચર પ્રાણીઓ માટે જીવલેણ સાબિત થાય છે.
મૂર્તિઓમાં માત્ર પોસ્ટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ માટે હાનિકારક નથી. તેમના આ કાર્યમાં તેમને મદદરૂપ થતા તેમની પત્ની શર્મિલા અને ચાર જેટલા કારીગરો ને સાથે રાખી આ મૂર્તિ બનાવવાના ઓર્ડર પૂરા કરે છે.
તેમના પિતા અને દાદા પણ મહારાષ્ટ્રના દાહણ ખાતે શિલ્પકાર હતા. અને તેમની પરંપરા મુજબ તેમનો પરિવાર આજે પણ ગણેશજીની પ્રતિમા બનાવી વેચાણ કરી રહ્ના છે. અને તેઓની પરંપરા ને આગળ વધાવી રહ્ના છે.