દમણ કોસ્ટગાર્ડમાં વૈદિક રક્ષાબંધન
- byDamanganga Times
- 27 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૬ ઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સ્થિત તટરક્ષક ઍર સ્ટેશન ખાતે વૈદિક રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી આશારામ બાપુ ની પ્રેરણા અને આશીર્વાદથી મહિલા ઉત્થાન મંડળ, દમણ-વાપી-સેલવાસ મહિલા ઉત્થાન મંડળની બહેનોઍ તટરક્ષક દળના અધિકારીઓ અને જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
કાર્યક્રમમાં તટરક્ષક દળના ડીઆઈજી આલોક નેગી ઉપસ્થિત રહ્ના હતા. તેમણે જણાવ્યું હતું કે તટરક્ષક દળનો સ્થાનિક સમુદાય સાથે ગાઢ આત્મીય સંબંધ છે. દરિયામાં જીવન બચાવવું, માછીમારોનું રેસ્ક્યુ કરવું તેમજ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીમાં તટરક્ષક દળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
મહિલા મંડળની બહેનોઍ જવાનોને રાખડી બાંધી, આરતી ઉતારી અને મીઠાઈ ખવડાવી હતી. આ પ્રસંગે મહિલા ઉત્થાન મંડળની સેજલ બહેને જણાવ્યું હતું કે દેશની દરિયાઈ સરહદોની સુરક્ષામાં તટરક્ષક દળના જવાનો મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્ના છે. જવાનો પોતાના પરિવારથી દૂર રહીને દેશની સેવા અને સુરક્ષા માટે સતત ફરજ બજાવે છે. આવા સમયે રક્ષાબંધનના પર્વે જવાનો સાથે ઉજવણી કરવી તેમના પ્રત્યે સન્માન અને આત્મીયતાનું પ્રતીક છે. કાર્યક્રમ દરમિયાન જવાનો અને બહેનો વચ્ચે ભાઈ-બહેનના સ્નેહ સાથે રાષ્ટ્રસેવા અને દેશભક્તિની ભાવનાનો ભાવપૂર્ણ સંગમ જોવા મળ્યો હતો.
