Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

દમણમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાશે

દમણમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ઉજવાશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૫ ઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય અને ઐતિહાસિક ઉજવણી સુનિડ્ઢિત કરવા માટે ભારત ભારતીની ઍક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સિમ્પલ ટંડેલ, સત્યેન્દ્ર કુમાર અને અન્ય લોકો હાજર રહ્ના હતા. આ બેઠકમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી સામાજિક, સાંસ્કૃતિક અને અન્ય ક્ષેત્રોના અગ્રણી વ્યક્તિઓઍ હાજરી આપી હતી. રાષ્ટ્ર નિર્માણમાં સરદાર પટેલના યોગદાન અને તેમના વિચારોનો લોકો સુધી પ્રસાર, તેમજ ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનું ભવ્ય આયોજન કરવાની જરૂરિયાત સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં હાજર પ્રતિનિધિઓઍ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાના સૂચનો અને વિચારો શેર કર્યા. રાષ્ટ્રની ઍકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ભાવનાને મજબૂત બનાવવા માટે સરદાર પટેલના આદર્શોને યુવા પેઢી સુધી ફેલાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો.
ભારત ભારતીના અધિકારીઓઍ જણાવ્યું હતું કે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ ફક્ત યાદ કરવાનો પ્રસંગ નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી રાષ્ટ્રીય હિત અને ઍકતાનો સંદેશ ફેલાવવાની ઍક મહત્વપૂર્ણ તક છે.