Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

કાંગવીમાં દીપડાનો આતંકથી ગ્રામજનોમાં ફફડાટ

કાંગવીમાં દીપડાનો આતંકથી ગ્રામજનોમાં ફફડાટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૫ ઃ ધરમપુર તાલુકાના નાની કાંગવી અને મોટી કાંગવી ગામમાં દીપડાની હિલચાલથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડાઍ નાની કાંગવીમાં રમેશભાઈ માદાભાઈ પટેલના આશરે ૨૮થી ૩૦ મરઘાં પર હુમલો કર્યો હતો. જ્યારે મોટી કાંગવીના રાવુત ફળિયામાં સુનિલભાઈ ભીખુભાઈ ગાવિતના વાછરડા તેમજ વાશેરડા વિસ્તારમાં ગમનભાઈ છોટુભાઈ પટેલના પશુ પર પણ હુમલો કર્યાની માહિતી મળી છે.
ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમે સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. દીપડાને પકડવા કાંગવી ગામમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વારંવારની હિલચાલને પગલે ગ્રામજનોમાં ચિંતા વધી છે અને રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. ગ્રામજનોઍ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માંગ કરી છે.