Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

કપરાડાના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરને રાજ્ય સરકારનો સરદાર પટેલ સિનિયર ઍવોર્ડ

કપરાડાના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરને રાજ્ય સરકારનો સરદાર પટેલ સિનિયર ઍવોર્ડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા.૨૫ ઃ ભારતની  બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને કપરાડા તાલુકાના ઊંડાણના ગાઢવી પ્રાથમિક શાળાના શિક્ષક ગણેશ ભાઈ ગાવિતને  પેરા ઍથલેટિક રમતમાં  સુંદર  દેખાવ માંટે શક્તિદૂત ૨.૦ યોજના હેઠળ  ગુજરાત સરકારના સરદાર પટેલ સિનિયર ઍવોર્ડ પ્રા થયો છે. પાટનગર ગાંધીનગર ખાતે રાજય નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા ઍક કાર્યક્રમમાં  આ  ગાર પૂર્ણ ઍવોર્ડ પ્રા થયો છે. સમગ્ર વલસાડ જિલ્લામાંથી આ ઍવોર્ડ મેળવનાર તેઓ ઍકમાત્ર છે. જેના પગ લે કપરાડા શીક્ષણ  જગત માં ખુશી છવાઈ ગઈ છે.
તાલુકો ટી.પી.ઓ મ નો પટેલ અને બી.આર.સી. સંજય  મકવાણા, શિક્ષક સંઘ પ્રમુખ મી તે શ પટેલ સહીત શીક્ષકો ઍ અભિનન  દ  પાઠવયા હતા. ગણેશ ગાંવિતની વીશિશતા ઍ છે કે તે ભારત દેશની  બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનો ભાગ રહી ચૂક્યા છે,  તેમણે તેમણે ભારત દેશ જ નહીં   આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર બ્લાઇન્ડ ક્રિકેટમાં ભારત અને ગુજરાતની મેચોમાં ભાગ લઈ  ગોલ્ડ મેડલ,સિલ્વર મેડલ,પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ  ઍવોર્ડ મેળવી કપરાડા તાલુકાનુંનામ રોશન કરયુ છે. ઍવોર્ડ માટે મુખ્યમંત્રી,ગૃહ મંત્રી, શક્તિદૂત ઍવોર્ડ ટીમ, વલસાડ અને કપરાડા તાલુકા શિક્ષણ કચેરીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.