Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપીની કચ્છી માર્કેટમાં પ્રિન્ટિંગ મશીનમાં આગ

વાપીની કચ્છી માર્કેટમાં પ્રિન્ટિંગ મશીનમાં આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપીના ચાર રસ્તા સ્થિત ટેલિફોન ઍક્સચેન્જ પાસે આવેલી કચ્છી માર્કેટમાં સોમવારે બપોરે અફરા-તફરી મચી ગઈ હતી.
કચ્છી માર્કેટની પ્રથમ માળ પર આવેલ જોય વેન્ટચર પ્રિન્ટર નામની દુકાનમાં પ્રિન્ટિંગ મશીનમાં અચાનક આગ લાગી હતી. મશીનમાંથી ધુમાડો નીકળતો જોતા આસપાસના વેપારીઓ અને લોકોમાં નાસભાગ મચી હતી.
ઘટનાની જાણ થતા જ વાપી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોઍ સમયસૂચકતા દાખવી આગ વધુ વિકરાળ બને તે પહેલા જ તેના પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્રિન્ટિંગ મશીનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.