Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વાપીમાં શો-રૂમમાંથી મોપેડ ચોરી કરતી ટોળકી ઝડપાઈ

વાપીમાં શો-રૂમમાંથી મોપેડ ચોરી કરતી ટોળકી ઝડપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૫ ઃ વાપીના ટીવીઍસ શો-રૂમમાંથી બે જ્યુપીટર મોપેડની ચોરીનો ભેદ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો છે. આ કેસમાં બે યુવકો અને કાયદાના સંઘર્ષમાં આવેલ ઍક બાળકિશોરની ધરપકડ કરી રૂ. ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. વલસાડ ઍસપી યુવરાજસિંહ જાડેજાની સુચના બાદ ન્ઘ્ગ્ ભ્ત્ ઍ.વાય.રોઝના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઓમ-કાશસિંહને મળેલી બાતમીના આધારે વાપી કોપરલી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી બે શખ્સોને ઝડપી લેવાયા હતા.
પકડાયેલા આરોપીઓમાં (૧) જીગર શંકરભાઈ બરુડીયા (ઉ.૨૦, રહે. કંચનનગર, ઈમરાનનગર પાછળ, વાપી) અને (૨) વિશાલ વિનોદ પવાર (ઉ.૨૦, રહે. નામધા રોફેલ કોલેજ પાછળ, વાપી, મૂળ-મલકાપુર, ભુસાવલ, મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે. તેમની સાથે ઍક બાળકિશોર પણ હતો. તપાસમાં તેમની પાસેથી શો-રૂમમાંથી ચોરાયેલી રજીસ્ટર નંબર વગરની બે ટીવીઍસ જ્યુપીટર (કાળા અને વાદળી-લીલા કલરની) જેની કિંમત રૂ. ૨ લાખ અને ૩ મોબાઈલ ફોન રૂ. ૩૫ હજાર મળી કુલ રૂ. ૨.૩૫ લાખનો મુદ્દામાલ જ કરાયો છે. આ અંગે વાપી ટાઉન પોલીસ મથકે ગ્ફલ્ કલમ ૩૦૫ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીઓ અને મુદ્દામાલને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે.