Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

ધરમપુર ચોકડીથી કારમાં દારૂ સાથે ઍક ઝડપાયો

ધરમપુર ચોકડીથી કારમાં દારૂ સાથે ઍક ઝડપાયો


વલસાડ, તા.૨૫ ઃ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી તે દરમિયાન બાતમી મળતા ઍલસીબી ની ટીમ વલસાડના ધરમપુર ચોકડી હાઇવે સાઈબાબા મંદિર ની સામે ઊભા રહેતા સ્વીફટ ડિઝાયર કાર નંબર  ઞ્થ્-૧૫-ઘ્ઝ઼-૬૮૨૩  ને અટકાવી તેની અંદર તપાસ કરતા  કારમાંથી ૧,૩૫૬ દારૂ બીયરની બાટલી કિંમત રૂપિયા ૨,૬૯,૬૬૪ કાર ની કિંમત પાંચ લાખ મોબાઇલ ફોન ની કિંમત ૧૦૦૦૦ મળી કુલ ૭,૭૯,૬૬૪ રૂપિયાના મુદ્દા માલ સાથે   કારચાલક આરોપી મોનિકભાઈ અરવિંદભાઈ કો.પટેલ ઉં.વ. ૩૦, રહે. સેગવી, વડ ફળીયા, તા.જી. વલસાડ ની ધરપકડ કરી હતી.
જ્યારે દારૂનો જથ્થો મોકલનાર  હરીશભાઈ રહે.  ડોકમંડી સેલવાસ અને મંગાવનાર પ્રગ્નેશભાઈ રમણભાઈ પટેલ રહે. જુજવા, માતા ફળીયુ, તા.જી. વલસાડ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે . જે અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.