Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

જલાલપોરના કરાડીગામે સેવાસેતુ કાર્યક્રમ અને સ્કીમ સેચ્યુરેશન યોજાયો

જલાલપોરના કરાડીગામે સેવાસેતુ કાર્યક્રમ અને સ્કીમ સેચ્યુરેશન યોજાયો



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નવસારી, તા. ૨૪ ઃ જલાલપોર તાલુકાના કરાડી ગામે ગાંધી સ્મૃતિ મંદિર ખાતે સેવા સેતુ કાર્યક્રમ અને સ્કીમ સેચ્યુરેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કરાડી તથા આસપાસના ગામોની તાલુકા પંચાયત સીટ હેઠળના તમામ ગામોના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા લાભાર્થીઓને યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આગામી તા.૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ મંદિર ગામ અને મહુવર ગામ ખાતે કીટ સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી તેમજ લાભ મેળવવા માટે જરૂરી આવકના દાખલા સહિતના દસ્તાવેજો મેળવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમના આયોજનથી વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.