સુબીરમાં ડાંગનો વન મહોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ)
આહવા, તા. ૨૪ ઃ દેશના વડા પ્રધાન નરેદ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં ‘ઍક પેડ માઁ કે નામ ૩.૦’ અંતર્ગત ૭૭ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ આજરોજ સુબીર નવજ્યોત હાઈસ્કૂલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૭ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
બાપ દાદાઓથી ડાંગીજનોનો પ્રકૃતિ સાથે નાતો રહ્ના છે. ડાંગ જિલ્લાના આદિવાસી લોકો -કૃતિ પૂજક છે, પ્રત્યેક ડાંગીજનોની ઓળખ, માન-સન્માન, અને સમગ્ર જીવન જંગલને આભારી છે, તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે, જીવનમાં વનોની મહત્તા સ્પષ્ટ કરતા, સૌને તેની જાળવણીનું આહ્વાન કર્યું હતું.
૭૭માં વન મહોત્સવના કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી બોલતા વિજયભાઈ પટેલે, ડાંગના પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિ પૂજક પ્રજાજનો જ, જંગલના સાચા રક્ષકો છે તેમ કહ્નાં હતું.
વન મહોત્સવની શરૂઆત ગુજરાતના પુત્ર અને ભારતના પ્રથમ કૃષિમંત્રી, ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશી દ્વારા ઇ.સ.૧૯૫૦માં કરાવવામાં આવેલ હતી. તેમજ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્ય સહિત તમામ જિલ્લા અને તાલુકાઓમાં પણ વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન માલિકી યોજના અંતર્ગત કુલ ૬ લાભાર્થીઓને રૂપિયા ૪૫.૧૮ લાખના ચેક અર્પણ કરાયા હતાં. જ્યારે ઍગ્રોફોરેસ્ટ્રી યોજના અંતર્ગત ૨ લાભાર્થીઓને રૂપિયા ૧.૨ લાખની સહાયના ચેક અર્પણ કરાયા હતાં અને લખપતિ દીદી યોજનાના ૨ સખી મંડળોને રૂપિયા ૨૪ લાખના ચેક વિતરણ કરાયા હતાં. તેમજ વન વિભાગમાં પ્રશંસનીયકામગીરી કર્મનાર વનકર્મીઓને પ્રશસ્તિ ઍનાયત કરવામાં આવ્યાં હતાં.
પ્રારંભમાં ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક મુરારીલાલ મીનાઍ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ મદદનીશ વન સંરક્ષક રાહુલ પટેલે આભાર વિધિ આટોપી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
