વાપીમાં ‘ઍક રાખી જવાનો કે નામ’ કાર્યક્રમ ઉજવાયો
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપીના ગોકુલવિહારમાં રહેતા સંજય શિંદેના ઘરે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ઍક રાખી જવાનો કે નામ કાર્યક્રમનું ભાવુક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અશ્વિની રાણે તાઈ, શૌર્યરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રીદેવી સંજય શિંદે અને તેમની સમગ્ર ટીમના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ પેરા મિલિટરી કમાન્ડર્સ અને વીર જવાનોની વીરાંગનાઓને રાખડી બાંધી તેમના ત્યાગ, સાહસ અને દેશ પ્રત્યેના સમર્પણને નમન કરાયું હતું. આ પ્રસંગે સંજય શિંદે ઍ જણાવ્યું હતું કે, જે વીરોના કારણે આપણે આપણા ઘરોમાં સુરક્ષિત રીતે તહેવારો મનાવી શકીઍ છીઍ, તે રાષ્ટ્રરક્ષકો સાથે રક્ષાબંધન મનાવવું ઍ અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે.કાર્યક્રમમાં રામચંદ્ર તાટે, અંતશ્વર બિરાદર, હનુમંત રાઉત તેમજ સંજય શિંદેના માતા, બહેન, બનેવી, મામા-મામી, ભાઈ-ભાભી સહિત પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
