Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

તિથલ બીચ પાસે સગીરા પર સામૂહિક દુષ્કર્મ : ત્રણ સગીરની ધરપકડ

તિથલ બીચ પાસે સગીરા પર સામૂહિક દુષ્કર્મ : ત્રણ સગીરની ધરપકડ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ તિથલ બીચ નજીક  ઍક સગીરા પર ગઈકાલે રાત્રે  ત્રણ સગીર વયના ત્રણ કિશોરો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ ફેલાયો છે. પોલીસે તાત્કાલિક તપાસ  હાથ ધરીને ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
 વલસાડની સગીરાને ઇન્સ્ટાગ્રામ  પર ઍક  સગીર યુવાન સાથે પરિચય મેળવ્યા બાદ તેઓ  વલસાડના  જાણીતા પર્યટન સ્થળ તિથલ બીચ નજીક ગઈકાલે રાત્રે તેને મળવા બોલાવ્યો હતો. સગીરા ઍકલી આવી હોય તેને  ઍક સગીરા પર ત્રણ સગીર વયના કિશોરો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને રોષનો માહોલ ફેલાયો છે. પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી  છે. ભોગ બનનાર સગીરા અને ત્રણેય આરોપીઓ સગીર વયના છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ પૈકીના ઍક કિશોર સાથે સગીરાની ઓળખાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી. તેણે સગીરાને વિશ્વાસમાં લઈને મોડી રાત્રે તિથલ દરિયાકિનારા નજીક મળવા માટે બોલાવી હતી.સગીરા ત્યાં પહોંચતા જ પૂર્વયોજિત કાવતરા મુજબ ત્રણેય આરોપીઓઍ ઍકલતાનો લાભ ઉઠાવ્યો હતો. તેમણે સગીરાને નિર્જન સ્થળે લઈ જઈ તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય આચર્યા બાદ આરોપીઓઍ ભોગ બનનારને ઘટના અંગે કોઈને પણ જાણ ન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે.
 ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વલસાડ પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ભોગ બનનાર સગીરાને તાત્કાલિક તબીબી સારવાર અને મેડિકલ તપાસ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે તાકીદે કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં સંડોવાયેલા ત્રણેય સગીર આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓ સગીર વયના હોવાથી પોલીસે જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ અને પોક્સો  ઍક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી  છે.