ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓ. બેંક લિ.ની વાર્ષિક સાધારણ સભા યોજાઇ
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા.૨૪ ઃ ધી વલસાડ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ.ની ૬૧મી વાર્ષિક સાધારણ સભા આજરોજ વલસાડ ધરમપુર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ માં યોજાતા બેંકનાં ચેરમેન અરવિંદભાઇ પટેલે નાના-નાના ખેડૂતોને લોભામણી લાલચ આપી ફ્રોડનાં કિસ્સામાં સંડોવાતા ખેડૂતોને સાયબર ફ્રોડ સામે સાવચેતી રાખવાની સાથોસાથ ડિપોઝીટરોમાં ખાતાઓ ભાડે મેળવવાની પ્રવૃત્તિ સામે લાલબત્તી ધરી બચત ખાતાઓ ભાડે આપી નજીવા કમિશનની લાલચમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત સ્વીકારવાની સાથોસાથ ફ્રોડનાં કિસ્સામાં પોલિસની કાર્યવાહીનો સામનો કરવા સુધીની નોબત આવવાની મુશ્કેલીઓ વર્ણવી ખેડૂતો અને પશુપાલકો માટે ૦ ટકા વ્યાજનાં દરની કે.સી.સી. ધિરાણની સુવિધાનો મહત્તમ લાભ મેળવી ખેડૂતો અને પશુપાલકોને સમયસર વસુલાતની રકમ ભરપાઇ કરી વ્યાજનાં ભારણમાંથી મુક્ત થવા અનુરોધ કર્યો હતો.
બેંકની વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન અરવિંદભાઇ પટેલે વધુમાં સભાસદોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત સરકારશ્રી દ્વારા સહકારી ક્ષેત્રને આત્મનિર્ભર કરવાનાં પ્રયાસરૂપે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ક્રાંતિકારી નિર્ણય લઇ સહકાર મંત્રાલયની સ્થાપના કર્યા બાદ સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ દ્વારા ૫૪ જેટલી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી સહકાર થી સમૃધ્ધિનાં સંકલ્પને સાકાર કરવાનાં સાર્થક પ્રયાસો કરવામાં આવ્યાં છે.
વાર્ષિક સાધારણ સભાનાં ઍજન્ડા મુજબની કામગીરી શરૂ થતાં બેંકના વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પટેલ, ડિરેકટર્સ સર્વ મગનભાઇ પટેલ, પંકજભાઇ પટેલ, હિતેશભાઇ પટેલ, સહિતનાં પદાધિકારીઓઍ ઍજન્ડાની કામગીરીમાં ભાગ લઇ દરખાસ્ત ટેકો રજુ કર્યા હતાં. બેંકનાં ચીફ ઍક્ઝીક્યુટીવ ઓફિસર લાલજીભાઇ ઍસ.પટેલે સ્વાગત પ્રવચન રજુ કરી બેંકની પ્રગતિની ઝાંખી રજુ કરતા જણાવ્યું હતું કે સભાસદોનાં સહકારથી રૂ.૭ કરોડનો નફો આપણે મેળવી શક્યા છીઍ. પરંતુ પ્રાથમિક સેવા સહકારી મંડળીઓ અને સહકારી સંસ્થાઓ પ્રગતિ કરવી હશે તો ધિરાણ વસુલાતનાં પ્રયાસો સૌઍ સાથે મળી વધારવા અનુરોધ વ્યક્ત કર્યો હતો. બેંકનાં વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પટેલે સહકારી સંસ્થાઓનાં સભાસદો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી, સભાસદોઍ બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સ પ્રતિ મુકેલા વિશ્વાસની પ્રશંસા કરી સંસ્થાઓને આર્થિક રીતે પગભર કરવા બેંક તમારી સાથે હંમેશા રહશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આભારવિધિ બેંકનાં ડિરેકટર કિશોરભાઇ પટેલે કરી હતી. સમગ્ર સાધારણ સભાનું આયોજન બેંકનાં લોન મેનેજર મુકેશકુમાર વી.પાનવાલાઍ કર્યું હતું. સાધારણ સભાને સફળ બનાવવા બેંકના ઍ.જી.ઍમ. ઉદયકુમાર જી.પટેલ, મેનેજર હિતેશ વ્યાસ, નિલેશ પટેલ, રાકેશ પટેલ, દિનેશ પટેલ, મુકેશકુમાર પાનવાલા સહિતનાં બેંકનાં તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
