ધરમપુરના ચિરાગ પટેલ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨ ઃ ગાંધીનગર સ્થિત સચિવાલય જિમખાના ખાતે સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિંટન સ્પર્ધા ૨૦૨૬-૨૭ (ખ્ત્ઘ્લ્) માં વિદ્યુત નિરીક્ષકની કચેરી, વલસાડ ખાતે અંગત સહાયક તરીકે ફરજ બજાવતા ચિરાગકુમાર ઠાકોરભાઈ પટેલે શાનદાર પ્રદર્શન કરી ગુજરાત સરકારની બેડમિંટન ટીમમાં સ્થાન મેળવ્યું છે. ચિરાગકુમાર પટેલ હાલ ધરમપુરમાં બાળકોને બેડમિંટન અને રમતગમત ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ધરમપુર બેડમિંટન ઍસોસિઍશન (ઝ઼ગ્ખ્) માં મંત્રી તરીકે કાર્યરત છે. ધરમપુર નગરપાલિકાના સહયોગથી ઝ઼ગ્ખ્ દ્વારા છેલ્લા ઘણા સમયથી ધરમપુરના બાળકોને બેડમિંટન કોચિંગની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેના પરિણામે ધરમપુરના અનેક બાળકો શાળાકીય રમતોત્સવ, ખેલ મહાકુંભ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્ના છે અને રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્ના છે. ચિરાગકુમાર પટેલની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ ધરમપુરના યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. તેમની રાષ્ટ્રીય કક્ષાની પસંદગીથી ધરમપુર સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં રમતપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
