Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

વાપી શાકભાજી માર્કેટમાં ફરી લારી-પાથરણાવાળાના દબાણો

વાપી શાકભાજી માર્કેટમાં ફરી લારી-પાથરણાવાળાના દબાણો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપીની મુખ્ય શાકભાજી માર્કેટમાં ફરી ઍકવાર લારી-પાથરણાવાળાઓના દબાણનો ત્રાસ વધી ગયો છે. જેના કારણે શાકભાજી લેવા આવતા ગ્રાહકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં વાપી મહાનગરપાલિકા દ્વારા પોલીસ સાથે મળીને ઘણા દિવસો સુધી દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. માર્કેટમાં રોડ વચ્ચે ડિવાઈડર પણ બનાવવામાં આવ્યું હતું જેથી લારીઓ રોડ પર ન લાગે. આ કામગીરી બાદ થોડા સમય માટે માર્કેટમાં રાહત થઈ હતી.
પરંતુ હવે પરિસ્થિતિ જેવી ને તેવી થઈ ગઈ છે. માર્કેટના મુખ્ય રસ્તા પર બંને બાજુ લારીઓ અને પથ્થરાઓઍ ફરીથી કબજો જમાવી દીધો છે. રસ્તો સાંકડો થઈ જતા વાહનોની અવર-જવરમાં અડચણ ઉભી થાય છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. સૌથી ચોંકાવનારી વાત ઍ છે કે, આ દબાણો ન થાય તે માટે વાપી મહાનગરપાલિકા દ્વારા ડઝન જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ આ કર્મચારીઓ માત્ર  ખાખી કપડામાં આંટાફેરા કરતા જ જોવા મળે છે. દબાણકર્તાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લારીધારકો બેફામ બન્યા છે. સ્થાનિક લોકો માંગ કરી છે કે, તંત્ર ફરી ઍકવાર કડક કાર્યવાહી કરી આ દબાણોને કાયમી ધોરણે દૂર કરે જેથી ગ્રાહકોને શાકભાજી માર્કેટમાં અવર-જવરમાં સરળતા રહે.