Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

સેલવાસની દુકાનોમાં રાખડીઅો આકર્ષણનું કેન્દ્ર બની

સેલવાસની દુકાનોમાં રાખડીઅો આકર્ષણનું કેન્દ્ર બની


 રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાં સેલવાસના બજારમાં વિવિધ ડિઝાઇન અને રંગોની રાખડીઓ દુકાનો પર આકર્ષણનું કેન્દ્ર બની છે. ગ્રાહકો પોતાની પસંદગી અને બજેટ મુજબ રાખડીઓની ખરીદી કરી રહ્ના છે. ખાસ કરીને બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરની ડિઝાઇનવાળી રંગબેરંગી રાખડીઓ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ઉપરાંત રુદ્રાક્ષવાળી રાખડીઓ તેમજ પરંપરાગત અને આધુનિક ડિઝાઇનની રાખડીઓ પણ ગ્રાહકોને પસંદ આવી રહી છે. ભાઈની કાંડા પર પ્રેમ અને લાગણીની રાખડી બાંધવા બહેનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્ના છે.