Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

ધરમપુર વનરાજ કોલેજમાં સેફટી નેટ-કેન્ટીન મુદ્દે આવેદન

ધરમપુર વનરાજ કોલેજમાં સેફટી નેટ-કેન્ટીન મુદ્દે આવેદન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૪ ઃ શ્રી વનરાજ આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં બાંધકામ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સેફટી નેટ તથા બંધ કેન્ટીન શરૂ કરવાની માંગ સાથે ખ્ગ્સ્ભ્ દ્વારા આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખ્ગ્સ્ભ્ઍ જણાવ્યું કે કોલેજમાં બાંધકામ અને સ્લેબનું કામ ચાલી રહ્નાં હોવા છતાં સેફટી નેટ કે પતરાં લગાવવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતનું જોખમ છે. સાથે જ લાંબા સમયથી કેન્ટીન બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારથી આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. ખ્ગ્સ્ભ્ના જયદીપભાઈ પવાર અને રાજભાઈ ખરવાર સહિતના કાર્યકર્તાઓઍ ૪૮ કલાકમાં સેફટી નેટ તથા ૭ દિવસમાં કેન્ટીન શરૂ કરવાની માંગ કરી છે. માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.