Damanganga Times.

Damanganga Times.

August 26, 2026

બલીઠા સબવેને જોડતા રોડને ૨ મીટર પહોળો કરાશે

બલીઠા સબવેને જોડતા રોડને ૨ મીટર પહોળો કરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ શહેરના અતિ વ્યસ્ત ઍવા બલીઠા સબવેને જોડતા માર્ગને પહોળો કરવા માટે  મહાનગરપાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.
પ્રા માહિતી મુજબ, નેશનલ હાઈવે-૪૮ થી બલીઠા સબવે ને જોડતો માર્ગ અત્યંત સાંકડો હોવાથી દરરોજ ટ્રાફિક જામ અને અક્મામતની ભીતિ સર્જાતી હતી વાહન ચાલકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે રોડ પહોળો કરવામાં આવે. આ માર્ગને લાગુ ઍક ખાનગી હવેલીની કમ્પાઉન્ડ વોલ સહિત લગભગ ૨ મીટર જમીન નડતરરૂપ બની રહી હતી. વાપી  મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. હવે આ પ્રક્રિયા પૂર્ણ થતા રોડ પહોળો કરવાનો માર્ગ મોકળો થયો હોવાનું જાણવા મળે છે.
આજે વાપી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓઍ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
અહીં જેટલી જમીન સંપાદન કરવાની છે તેનું ખાનગી જમીનમાં સળિયા ઊભા કરી ર્માકિંગ પણ કરી દેવામાં આવ્યું છે.
જમીન સંપાદન પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં જ રોડને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.રોડ પહોળો થવાથી વાપી પડ્ઢિમમાં ટાઉન, બલીઠા, ચલા, મોરાઇ તરફ જતા વાહનચાલકોને મોટી રાહત મળશે અને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.