દમણમાં મોન્સૂન ફેસ્ટિવલનો સાંસ્કૃતિક પરેડ સાથે શુભારંભ
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૪ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં શનિવારે દેવકા નમો પથ પર ભવ્ય સાંસ્કૃતિક પરેડ સાથે મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૬ ની શરૂઆત થઈ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે પરેડને લીલી ઝંડી આપી. લગભગ બે કિલોમીટર લાંબી સાંસ્કૃતિક પરેડમાં, દમણના વિવિધ સમુદાયોના લોકોઍ પરંપરાગત પોશાક અને સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા તેમની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું. ઘોર, ઓડિશા, બંગાળી, મરાઠી અને પંજાબી સહિત વિવિધ સમુદાયોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં માછી સમુદાયે નૃત્યો રજૂ કર્યા હતા. પરેડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્ના હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલે દમણ સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતા કહ્નાં કે જ્યારે તેઓ લગભગ ૨૦ વર્ષ પહેલાં દમણની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ત્યાં ખૂબ જ ઓછી પર્યટન સુવિધાઓ હતી. દરિયાકિનારા પર માછલીઓ સુકાતી જોઈ શકાતી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે આજે, દમણમાં પર્યટન ક્ષેત્રનો વ્યાપક વિકાસ થયો છે, અને પ્રવાસીઓ માટે ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. -શાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરતા રાજ્યપાલે કહ્નાં કે દમણ-દીવ પ્રવાસન ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી રહ્નાં છે.
મોન્સૂન ફેસ્ટિવલ હેઠળ આયોજિત આ સાંસ્કૃતિક પરેડમાં દમણની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને પર્યટન વિકાસને ઍક મંચ પર રજૂ કરવામાં આવ્યો હતો.
