મગોદની જય અંબે સ્કુલમાં ત્રીજા ‘નેશનલ સ્પેસ-ડે’ ઉજવાયો
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડના મગોદગામ ખાતે આવેલ જય અંબે સ્કુલમાં નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વડોદરાના ઈનોવેટર મિથિલેરા પટેલે વિદ્યાર્થીઅોને ભણવાની સાથે નવા નવા ઈનોવેટીવ કેવી રીતે તૈયાર કરવા ઍની વિગતે સમજ આપીહતી.
૨૩ અોગસ્ટે ચંદ્રયાન - ૩ ઍ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ કર્યુ હતુ અને આ કારણસર ૨૩મી અોગસ્ટે નશનલ સ્પેસ ડે ઉજવવામાં આવે છે. વલસાડના મગોદમાં મહિલા કલબ અોફ સુવર્ણ વલસાડ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં વલસાડના ભૌતિક વિજ્ઞાનના શિક્ષક પરિતોષ ભટ્ટે ભારત દેશના વિવિધ સ્પેસ પોગ્રામોની સમજ આપી હતી.
વડોદરાના સુપ્રસિદ્ધ ઈનોવેટર મિથિલેશ પટેલે ડ્રિન્ક ઍન્ડ ડ્રાઈવ સામે કવચ બનાવ્યું હતુ અને આગામી દિવસોમાં પૃથ્વીની સુરક્ષા માટે પણ કવચ કેવી રીતે બનાવી શકાય અને અોઝોનના સારમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ જેવા ઝેરી વાયોઅોને પૃથ્વી પરઆવતા કેવી રીતે અટકનવી શકાય ઍ અંગે માસ્હિતી આપી હતી. અંતમાં વિદ્યાર્થીઅો સાથે પ્રશ્નોત્તરી વિભાગમાં કેટલાક વિદ્યાર્થીઅોઍ બાઈક માટે કવચ, મોબાઈલ કવચ વિગેરે બનાવવા માટે ચર્ચાઅો કરી હતી.
કાર્યક્રમના અંતમાં શાળાના કેમ્પસ ડાયરેકટર પરેશભાઈઍ આભાર વિધિ કરી હતી અને આ ત્રીજા નેશનલ સ્પેસ ડે નિમિત્તે વિદ્યાર્થીઅોને ભણવાની સાથે ઈનોવેટીવ અને ઈતર પ્રવૃત્તિઅોમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. વલસાડની મહિલા કલબ અોફ સુવર્ણ દ્વારા મહાનુભવોને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.
