વલસાડની કોમર્સ કોલેજમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 25 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ ની શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ માં વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી બ્રહ્માકુમારી વલસાડના સહયોગથી નશામુક્તિ અંગે વ્યાખ્યાન તથા નશામુક્તિ શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી વલસાડના પ્રતિનિધિ દ્વારા વિદ્યાર્થીઓને નશાના વિવિધ પ્રકારો, તેના કારણે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો તેમજ પરિવાર અને સમાજ પર પડતી નકારાત્મક અસર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહી સ્વસ્થ, સંયમિત અને જવાબદાર જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
વ્યાખ્યાન બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓઍ નશામુક્તિ અંગે શપથ ગ્રહણ કરી પોતે કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા તેમજ પરિવાર, મિત્રો અને સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની જવાબદારી શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજના ફલ્લ્ યુનિટ દ્વારા સંભાળવામાં આવી હતી. ફલ્લ્ યુનિટ દ્વારા વિદ્યાર્થીઓમાં નશામુક્તિ, સ્વસ્થ જીવનશૈલી અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
